વાપી સિસિકા દ્વારા અસ્થમા અને ઍલર્જીના રોગો અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
- byDamanganga Times
- 11 June, 2026
(દમપણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૦ ઃ વાપીમાં સિસિકા દ્વારા જાણીતા સ્પેશિયાલિસ્ટ અસ્થમા અને ઍલર્જીના ડોક્ટર મોહસીન ખાન દ્વારા સેમિનાર યોજાયો હતો.
વાપી સિનિયર સિટીઝન કાઉન્સિલના વળપણ હેઠળ અસ્થમા અને ઍલર્જી અંગેના રોગ સામે જાગૃતિ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં હોસ્પિટલના ઍલર્જી અને અસ્થમાના નિશાન ડો. મોહસીનખાન દ્વારા સિસિકાના ૬૧થી ૯૫ વર્ષના સભ્યોને વાસ્તવમાં ઍલર્જીની બીમારી કાયમ હોય છે. તેમના માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ડો. મોહસીનખાન દ્વારા ઍલર્જીના દર્દીઓ માટે જીવનશૈલી અને આહાર અંગે વિસ્તૃત માહિતી અને જાણકારી આપવામાં આવી હતી અને શશીકાના સભ્યોને નિશુલ ચેકઅપ કરવામાં આવશે તેમજ ૩૦ ટકા ડિસ્કાઉન્ટથી દવાનો વિતરણ કરવામાં આવશે. કાર્યક્રમના અંતે સિસિકાના પ્રમુખ દિનેશભાઈ દેસાઈ દ્વારા તેમનું ગુલદસ્તો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આભાર માન્યો હતો સાથે આગામી દિવસોમાં સિસિકાના સભ્યોના સ્વાસ્થ્ય માટે સિસિકાના પ્રમુખ દ્વારા વિવિધ રોગના નિષ્ણાંત ડોક્ટરોને બોલાવવામાં આવશે અને જે અંગેનો આયોજન ટૂંક સમયમાં જ કરાશે તેમ જણાવ્યું હતું.
