વાપીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
- byDamanganga Times
- 11 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૦ ઃ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સૌથી વધુ સમય વડાપ્રધાન તરીકે ૪૩૯૯ દિવસ સુધી સતત સેવા આપી અને અવિરત ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની સેવા કરાઈ જે બદલ અને દેશની પ્રજાઍ તેમના ઉપર મુકેલા વિશ્વાસને સાચા અર્થમાં વિકાસ અને જનકલ્યાણના અવિરત કાર્યના પરિવર્તન કરાવ્યા જે બદલ દેશને સ્વસ્થ અને સ્વચ્છ બનાવવાના હેતુસર ગુજરાત સરકારના નાણાં અને શહેરી વિકાસ વિભાગના કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વાપી જીઆઈડીસી ગાર્ડન વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે વાપી મહાનગર ભાજપના પ્રમુખ મનીષભાઈ દેસાઈ, વાપીના મેયર દક્ષાબેન પટેલ, ડે. મેયર મિતેશભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરેમેન અને વીઆઈઍના પ્રમુખ સતિષભાઈ પટેલ, નોટીફાઈડ ભાજપ મંડળના પ્રમુખ અમન ત્રિવેદી અને વાપી મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તથા સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સફાઈ અભિયાનમાં સહભાગી રહ્ના હતાં.
