વાપી પાલિકાના હોદ્દેદારોઍ પેટા કચેરીની મુલાકાત લીધી
- byDamanganga Times
- 11 June, 2026
(દમપણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૦ ઃ વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીશભાઈ પટેલ, મ્યુનિસિપલ ઈજનેર તથા બાંધકામ શાખાના ઈજનેર દ્વારા મહાનગરપાલિકાની પેટા કચેરીની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન જન્મ-મરણ, ડ્રેનેજ વિભાગ પાણી વિભાગ ટેક્સ વિભાગ તેમજ આઉટ વોર્ડ સાથે વિવિધ વિભાગોની કામગીરીનું સ્થળ મૂલ્યાંકન અને નિરક્ષણ કરવામાં આવ્યું તથા જનસુવિધાઓ વધુ અસરકારક અને ગુણવત્તાયુક્ત બને તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. વાપી શહેરના સર્વાંગી વિકાસ અને સુવ્યવસ્થિત વહીવટ માટે વાપી મહાનગરપાલિકા સતત કાર્યરત અને પ્રતિબદ્ધ છે.
જનહિત, પારદર્શિતા અને ગુણવત્તાસભર સેવા - ઍ જ અમારું ધ્યેય હોવાનું ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જણાવાયું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન જન સંપર્ક અધિકારી રામચંદ્રભાઇ દેસાઈ અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.
