Damanganga Times.

Damanganga Times.

June 11, 2026

વાપી ટાંકી ફળિયાના રસ્તાનું નવિનીકરણ કરાયું

વાપી ટાંકી ફળિયાના રસ્તાનું નવિનીકરણ કરાયું


(દમપણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૦ ઃ વાપી જુના રેલવે ગરનાળાથી જે-ટાઈપ ટેલીફોન ઍક્સચેન્જ સુધીનો માર્ગનુ નવીનીકરણ કરવામાં આવતા સ્થાનિક લોકો તેમજ વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ દૂર થશે. વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૦મા આવતા  ફળિયા કોળીવાડથી ટેલીફોન ઍક્સચેન્જ જીઆઇડીસી ચાર રસ્તા તરફ જતો માર્ગ ખૂબ જ ખરાબ અવસ્થામાં બની ગયો હતો અને આ રસ્તા ઉપરથી પસાર થતાં વાહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલી પડી રહી હતી. જેને ધ્યાને લઈ વાપી મહાનગરપાલિકાના બાંધકામ વિભાગ દ્વારા તાત્કાલિક જુના રેલ્વે ગરનાળાથી ટેલીફોન ઍક્સચેન્જ જીઆઇડીસી ચાર રસ્તા સુધીના માર્ગનું વાયડીંગ કરી બનાવવામાં આવ્યો છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી આ રસ્તો ખૂબ જ ખરાબ અવસ્થામાં હતો અને સ્થાનિક લોકો તેમજ આ રસ્તા ઉપરથી પસાર થતાં લોકો દ્વારા આ રસ્તો પહોળો કરી રીપેર કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી હતી. જેને લઇ હાલમાં જ વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૦માંથી ચૂંટાયેલા સભ્યો પીરમહંમદ મકરાણી અને ખદુભાઈ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈ તાત્કાલિક આ રસ્તો ખોદીને નવો બનાવવામાં આવ્યો છે. જેને લઇ આ વર્ષે વરસાદની સિઝનમાં પાણી ભરાવવાનો કે રસ્તો ખરાબ થઈ જવાની શક્યતા પણ નહીં રહે તે માટે ડ્રેનેજ લાઈનની પણ વ્યવસ્થા કરાવી છે.