Damanganga Times.

Damanganga Times.

June 11, 2026

વાપીમાં શ્રી રાજસ્થાન જૈન ઍકતા મંચ દ્વારા માર્બલ પાર્ક કપ ક્રિકેટ ટુર્ના. યોજાઈ

વાપીમાં શ્રી રાજસ્થાન જૈન ઍકતા મંચ દ્વારા માર્બલ પાર્ક કપ ક્રિકેટ ટુર્ના. યોજાઈ


 (દમપણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૦ ઃ વાપી ખાતે રાજસ્થાન જૈન ઍકતા મંચ દ્વારા અધ્યક્ષ સંજય ભંડારીના નેતૃત્વમાં આયોજિત ત્રણ દિવસીય ‘માર્બલ પાર્ક કપ – ક્રિકેટ મહોત્સવ ૨૦૨૬’ ઉત્સાહ અને રમતિયાળ ભાવના વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. મહોત્સવમાં સમાજના ખેલાડીઓ, પરિવારજનો, દાતાઓ અને સભ્યોઍ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

ટુર્નામેન્ટના પ્રથમ દિવસે ટાઇટલ સ્પોન્સર અરુણકુમાર સિરોયા, ભોજન લાભાર્થી દલપત પાગારિયા તથા મંચના અગ્રણીઓ હસ્તે દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બીજા દિવસે ગુજરાતના ઊર્જા અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્ના હતા. તેમણે ખેલાડીઓનું પ્રોત્સાહન વધારતાં આયોજનની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ મનીષ દેસાઈ, સતીશ પટેલ, નગરસેવક વિમલ શાહ તથા અમૃત સોની સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન સુરેશ પૂનમિયા, રિંકેશ તલેસરા અને તેમની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

સ્પર્ધાના પરિણામોમાં ૧૮-અપ કેટેગરીમાં જેસીસી ટીમ વિજેતા રહી હતી, જ્યારે ૩૮-અપ કેટેગરીમાં ઍરો સ્પેસ ટીમે ચેમ્પિયનશિપ જીતી હતી. 

જ્યારે આદર્શ ઇલેવન રનરઅપ રહી હતી.વિજેતા ટીમોને રાજેશ દુગ્ગડ દ્વારા પ્રોત્સાહન રકમ અર્પણ કરવામાં આવી હતી.