Damanganga Times.

Damanganga Times.

June 11, 2026

પારનેરા હાઈવે પર ઍકે બ્રેક મારતાં પાછળ ૮ વાહનો ધડાધડ ભટકાયા

પારનેરા હાઈવે પર ઍકે બ્રેક મારતાં પાછળ ૮ વાહનો ધડાધડ ભટકાયા


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૦ ઃ વલસાડના નેશનલ હાઇવે નં ૪૮ પર આવેલા  ચણવઈ ઓવરબ્રિજ  આજે ઍક વાહને બ્રેક મારતા હાઇવે પર ઍક પછી ઍક ૮ જેટલા વાહનો ઍકબીજા સાથે  ધડાધડ અથડાયા હતા. આટલા વાહનો સાથે અકસ્માત થયા બાદ પણ  તમામ મુસાફરોનો ચમત્કારી બચાવ થયો છે. વલસાડના પારનેરાગામમાંથી પસાર થતો નેશનલ હાઇવે ૪૮ પર ચણવઈ ઓવરબ્રિજ પરથી આજરોજ હાઈવે પરથી પસાર થઈ રહેલ ઍક વાહન ચાલકે અચાનક બ્રેક મારી દીધી હતી.   હાઇવે પર પૂર ઝડપે દોડતા આવતા અન્ય વાહન  ચાલકો કંઈ સમજે તે પહેલાં જ, ઍક પછી ઍક ઍમ કુલ ૮ જેટલા વાહનો પાછળથી ધડાધડ અથડાઈ પડ્યા હતા. ઍક સાથે અથડાયેલા આઠ વાહનોમાંથી ૪ જેટલા વાહનોને મોટું નુકસાન થયું છે. કારનો  કચ્ચરઘાણ વળી ગયા હતા. જોકે, સદનસીબે આ તમામ વાહનોમાં સવાર લોકોનો  ચમત્કારી બચાવ થયો છે, અકસ્માત બાદ કોઈ મોટી જાનહાની નહીં થતા વાહન ચાલકોઍ રાહતનો શ્વાસ લીધો હતો. અકસ્માતને પગલે નેશનલ હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ વલસાડ રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને હાઇવે પરથી હટાવી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી.