Damanganga Times.

Damanganga Times.

June 11, 2026

ચલામાં ગાંજા સાથે ૧ ઝડપાયો

ચલામાં ગાંજા સાથે ૧ ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

વાપી, તા. ૧૦ ઃ વાપીના અજીત નગર જૈન દેરાસર પાસેથી શંકાસ્પદ મોપેડ ચાલકની અટકાયત કરી તપાસ કરતા ૪૬૪ ગ્રામ ગાંજો મળી આવતા સલમાન અશરફ મુલ્લાં નામના ઈસમની અટકાયત કરી બાબુ રહે. સોમનાથ દમણનાને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજે ૭ઃ૩૦ કલાકે વાપી ચલાના અજીત નગર ખાતે આવેલ જૈન દેરાસરની બાજુના રસ્તા ઉપરથી પસાર થતું ઍક ટીવીઍસ જુપીટર મોપેડ નંબર સ્ત્રિં્-૧૫-ફુશ્વ-૭૭૭૩ પર સવાર બે ઈસમો શંકાસ્પદ લાગતા બંનેને વાપી ટાઉન પોલીસે રોકી મોપેડની ડીકીમાં તપાસ કરતા ૪૬૪ ગ્રામ ગાંજો કિંમત રૂ. ૨૩,૨૦૦ મળી આવ્યા હતાં. જેને લઇ મોપેડ સવાર સલમાન અશરફ મુલ્લાં ઉંમર વર્ષ ૨૨, હાલ રહે. દમણ મૂળ રહે. ગીતાનગર, ગુજરાતી સ્કૂલની પાસે નાની અટકાયત કરી વાપી ટાઉન પોલીસ મથકમાં લાવવામાં આવ્યો હતો અને તેની સાથે રહેલ બાબુ નામનો ઈસમ રહે. સોમનાથ દમણનાને વોન્ટેડ જાહેર કરાયો છે. આ અંગે વાપી ટાઉન પોલીસે તાત્કાલિક ઍફઍસઍલની ટીમ બોલાવી મળી આવેલ શંકાસ્પદ ગાંજાનું પરીક્ષણ શરૂ કરાયું છે