Damanganga Times.

Damanganga Times.

June 11, 2026

ચીખલીના ખુંધમાં ગાંજા સાથે ઍક ઝડપાયો

ચીખલીના ખુંધમાં ગાંજા સાથે ઍક ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

ચીખલી, તા. ૧૦ ઃ ચીખલી પોલીસે ચીખલી - વાંસદા માર્ગ ઉપર આવેલ ખુંધ ખાડા વિસ્તારમાંથી પોલીસે બાતમી આધારે છાપો મારી લગ્ન સિઝનમાં ઓરકેસ્ટ્રામાં કેટલાક વાજિંત્રો વગાડનાર અને બાકીના સમયમાં રીક્ષા ચાલક મહમુદ બિન મહેશનબીન આરબ ઉ.વ. ૬૩ ના મકાનમાં તપાસ આદરતા આરોપીના મકાનમાંથી  ૧.૫૪૨ કી. ગ્રામ ગાંજાનો રૂ. ૭૭.૧૦૦ ગાંજાનો જથ્થો કબજે કરી ધરપકડ કરી છે જ્યારે ગાંજાનો જથ્થો આપી જનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બાતમીના આધારે પીઆઇ પીબી પટેલિયા તથા સર્વેન્સ સ્ટાફના માણસો સાથે સઘન ચેકિંગ કર્યુ હતું.  અને આરોપી વિરુદ્ધ ઍનડીપીઍસ ઍકટ મુજબ ગુનો દાખલ કર્યો હતો. તપાસમાં  ઉપરોક્ત ગાંજાનો જથ્થો સુરત જિલ્લાના બારડોલી તાલુકાના આફવા નહેર ફળીયા ખાતે રહેતા કરણ કમલેશ રાઠોડ નામનો શખ્સ આપી ગયો હોય ઍને વોન્ટેડ જાહેર કર્યો હતો.