Damanganga Times.

Damanganga Times.

March 19, 2026

વાપી પંથકમાં ગેસના મોટા બાટલામાંથી નાનામાં ભરી વેચાણનો ધંધો મંડાયો!

વાપી પંથકમાં ગેસના મોટા બાટલામાંથી નાનામાં ભરી વેચાણનો ધંધો મંડાયો!


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૮ ઃ વાપી પંથકમાં કોમર્શિયલ કે ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર ન મળતા લોકોની હાલત પકોડી બની છે તો કેટલાક લોકો મોટા ગેસના બોટલમાંથી રિફિલ કરીને નાના ગેસના બોટલમાં કિલોના રૂ. ૪૦૦ના ભાવે વેચાણ કરી રહ્ના છે અને જરૂરિયાતમંદ ગ્રાહકો તે ખરીદવા મજબૂર બન્યા છે. ઈરાન -ઈઝરાયેલના યુદ્ધ તેમજ ગેસ પુરવઠો સમયસર નહીં આવતા સમગ્ર ભારત દેશમાં કોમર્શિયલ અને ઘરગથ્થુ ગેસ સિલિન્ડરની અછત ઉભી થવા પામી છે. જેને લઇ સરકાર દ્વારા કોમર્શિયલ ગેસનું વેચાણ મોટાભાગે બંધ કરી દેવાયું છે. તેમ છતાં ઘરગથ્થુ ગેસ સિલિન્ડર લોકોને મળવો મુશ્કેલ બન્યો છે. જેને લઇ છેલ્લા ચાર-પાંચ દિવસથી વાપીના ગીતા નગર વિસ્તારમાં રહેતા કેટલાક દુકાનદારો દ્વારા મોટા ગેસના બોટલમાંથી રીફીલ કરીને નાના ગેસના બોટલમાં જરૂરિયાતમંદ લોકોને ઊંચી કિંમતે વેચી રહ્ના છે. જેમાં ગઈકાલે ઍક જરૂરિયાતમંદ ગ્રાહકને નાના બોટલમાં ઍક કિલો ગેસ ૪૦૦ રૂપિયાના ભાવે ભરી આપવામાં આવ્યો હતો. આમ વાપીના ગીતા નગર, વાપી ટાઉનના કબ્રસ્તાન રોડ, ચલા તેમજ ખડકલા અને રોફેલ કોલેજ વિસ્તાર તેમજ ડુંગળી ફળિયા, ડુંગરા અને ચણોદ વિસ્તારમાં ખુલ્લેઆમ ગેસ રીફીલ કરવાનું ગેરકાયદે વેચાણ કરવામાં આવી રહ્નાં છે. જે અંગે તાત્કાલિક પુરવઠા વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તો ગેરકાયદે ઘરગથ્થુ ગેસનો સંગ્રહ કરી ઊંચા ભાવે વેચાણ કરનારાઓ પાસેથી મોટો જથ્થો મળી આવવાની શક્યતા છે.