Damanganga Times.

Damanganga Times.

March 19, 2026

વલસાડમાં રવિવારે રૂ. ૩૫ કરોડના ખર્ચે નિર્મિત કચ્છી ભાનુશાલી સમાજવાડીનું ઉદ્દઘાટન અને લોકાર્પણ

વલસાડમાં રવિવારે રૂ. ૩૫ કરોડના ખર્ચે નિર્મિત કચ્છી ભાનુશાલી સમાજવાડીનું ઉદ્દઘાટન અને લોકાર્પણ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધ)

વલસાડ, તા. ૧૮ ઃ  વલસાડ-વાપી વિસ્તારમાં મોટી સંખ્યામાં કચ્છી ભાનુશાલી સમાજના ભાઇઓ વસતા હોવાથી વલસાડમાં ધરમપુર ચોકડી પાસે વલસાડ ભાનુશાલી મહાજન દ્વારા રૂ. ૩૫ કરોડના ખર્ચે અદ્યતન સમાજવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સમાજવાડીના ઉદ્દઘાટન અને લોકાર્પણના કાર્યક્રમોનો આજથી પ્રેરણાસ્ત્રોત પ.પૂ. સંત શ્રી હરિદાસજી મહારાજની નિશ્રામાં અને આર્શીવચનો સાથે ધરમપુરના ભાગવતાચાર્ય પ.પૂ. શરદભાઇ વ્યાસની સમુહ શ્રીમદ્દ ભાગવત્ કથા જ્ઞાન યજ્ઞ (૩૦૬ પોથીઅો)ની શરુઆત સાથે પ્રારંભ થઈ રહ્ના છે. આ કથા વૈકુંઠધામ ધરમપુર ચોકડી ખાતે આગામી તા. ૨૫મી માર્ચ સુધી યોજાયેલી છે. દીપકભાઈ પંડ્યાના આચાર્યપદે તા. ૧૯ માર્ચના સવારે ૧૧ કલાકે વાલરામ ચાલીસાથી કાર્યક્રમનો આરંભ થશે અને બપોરે ૧ કલાકે પોથીયાત્રા ધરમપુર ચોકડીથી વૈકુંઠધામ (કથા સ્થળ)ઍ વિરામ બાદ બપોરે ૨.૩૦ વાગ્યે દીપ પ્રાગટ્ય પૂ. હરિદાસજી મહારાજ તથા મહાનુભાવોના હસ્તે કરાશે. ૩ કલાકે કથાનો પ્રારંભ, સાંજે ૬ વાગ્યે કથાવિરામ બાદ સંધ્યાપાઠ કચ્છી આશ્રમ હરિદ્વારના વિદ્યાર્થીઓ દ્વારા તથા સંત હરિદાસજી મહારાજના આશીર્વચન ૭.૩૦ થી ૧૦ ઃ ૦૦ સુધી, ગોવિંદભાઈ તથા વસંતભાઈ દ્વારા ભજન-સત્સંગ, તા. ૨૧મી માર્ચને શનિવારે અને તા. ૨૩ માર્ચના રોજ સાંજે ૭ ઃ ૩૦ થી ૧૧ કલાક દરમ્યાન ઉમેશ બારોટ, પુનમ ગઢવી અને જીતુ ભાનુશાલી સંગાથે ભવ્ય અોધવ મહારાસનું આયોજન કરાયું છે. જયારે ‘અોધવ ભુવન’ નામકરણ પામેલ સમાજવાડીનું તા. ૨૨મી માર્ચને રવિવારે પ.પૂ. ભગવાન શ્રી વાલરામજીના પાદુકા પૂજન અને મહાયજ્ઞ સાથે શરુ થનારા કાર્યક્રમમાં બપોરે ૧૨ ઃ ૩૯ કલાકે પ.પૂ. સંતશ્રી હરિદાસજી મહારાજ તેમજ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે સમાજવાડીનું ભવ્ય લોકાર્પણ કરાશે. આ પ્રસંગે રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે  વાડીના મુખ્ય દાતા દિપેશભાઈ ગજરા રહ્ના છે.  રાત્રે ગુજરાતના નામાંકિત કલાકારો કિર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, રાજદાન ગઢવી વગેરે દ્વારા ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે. તા. ૨૨ના સવારે ૯ કલાકે ભગવાન વાલરામજી પાદુકાપૂજન બાદ ૨૨મીઍ રાત્રે ૯.૩૦ વાગ્યે કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, રાજદાન ગઢવી, જીતુ ભાનુશાલી, બિરજુ બારોટ, ગોપાલ સાધુ, નીલેશ ગઢવીની સંતવાણી, તા. ૨૪ના ૩ કલાકથી કથા, સંધ્યાપાઠ, અને રામમંદિર ફેઈમ સાધો બેન્ડના સથવારે સાંજે ૭.૩૦થી ૧૦ ભજન સંધ્યા યોજાશે જયારે તા. ૨૫ના સવારે ૯ વાગ્યે કથાને વિરામ અપાશે. આ સમાજવાડીના ભવ્ય લોકાર્પણ અને શ્રીમદ્દ ભાગવદ્ કથાના જ્ઞાનયજ્ઞના આ આયોજનમાં વાપી, દમણ, સેલવાસ, સરીગામ, સુરત, ચીખલી, બીલીમોરા, અંકલેશ્વર, નવસારીના શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ ઉપરાંત શ્રી કચ્છી કડવા પાટીદાર સમાજ, શ્રી કચ્છી લેઉઆ પટેલ સમાજ, શ્રી કચ્છી રઘુવંશી સમાજ, શ્રી કચ્છી રાજગોર સમાજ, શ્રી કચ્છી ગઢવી સમાજ, શ્રી વાગડ વિશા અોશ્વાસ જૈન સમાજ, શ્રી કચ્છી રાજપુત સમાજ, શ્રી કચ્છી પ્રજાપતિ સમાજ, શ્રી કચ્છી ગૌસેવા સમાજ, શ્રી સમસ્ત કચ્છી સમાજ, વલસાડનો સહયોગ સાથે મુંબઇના શ્રી કચ્છી ભાનુશાલી સેવાસમાજ ટ્રસ્ટ અને શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન ટ્રસ્ટ કચ્છ, શ્રી કચ્છી લાલ રામેશ્વર આશ્રમ અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર, શ્રી વાંઢાય તીર્થધામ કચ્છી, શ્રી વાલરામ તીર્થધામ મૂરચબાણ કચ્છ, શ્રી જખૌ તીર્થધામ અને શ્રી સર્વ અોધવધામોની શુભેચ્છા અને આશિર્વાદ પ્રા થયા છે.ઍમ ટ્રસ્ટીઓ પઠાઈભાઈ ભાનુશાલી તથા તુલસીભાઇ દામાઍ જણાવ્યું હતું.