રોલાની કેઍફસીમાં ફુડ વિભાગની તપાસ
- byDamanganga Times
- 19 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૮ ઃ વલસાડ તાલુકા ના રોલા ગામે નેશનલ હાઈવે નં. ૪૮ પર આવેલ SAPPHIRE FOODS INDIA LIMITED (KFC)માં બરાબર રંધાયેલી ન હોવાની ખાદ્ય- ચીજનું વેચાણ થયા અંગેની ફરિયાદ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને ધ્યાને લઈ તા.૧૬/૦૩/૨૦૨૬ના રોજ વલસાડ ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર ઍ.આર.વલવીના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફટી ઓફિસર કુ. બી.કે. પટેલ દ્વારા ધ્જ્ઘ્માં તપાસણી હાથ ધરીHOT & CRISPY CHICKEN BUCKET (LOOSE) (PREPARED FOOD) તથા AMERICAN CLASSIC ZINGER CHICKEN BURGER (PREPARED FOOD) (LOOSE) ના સેમ્પલીંગની કામગીરી કરી નમૂનાઓ લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત ઉપરોક્ત બાબતે ચોખ્ખાઇ અને આ રેસ્ટોરેન્ટ પાસે મેડીકલ સર્ટીફીકેટ તથા પેસ્ટ કંટ્રોલના રીપોર્ટ જોવા મળ્યા હતાં અને તેઓ રેસ્ટોરન્ટમાં યોગ્ય સ્વછતાની જાળવણી કરતા જોવા મળ્યા હતા.
