Damanganga Times.

Damanganga Times.

March 19, 2026

ઉમરગામ પાલિકામાં મામલતદાર હવે વહીવટદાર

ઉમરગામ પાલિકામાં મામલતદાર હવે વહીવટદાર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૧૭ ઃ  ઉમરગામ નગરપાલિકામાં વર્તમાન હોદ્દેદારોનો કાર્યકાળ ગતરોજ પૂર્ણ થતા આજે ઉમરગામના મામલતદાર દલપતભાઈઍ વિધિવત વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં આગામી સમયમાં ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે સમય મર્યાદા પૂર્ણ થતા ચૂંટણી જાહેર ન થાય ત્યાં સુધી ઉમરગામ નગરપાલિકાના વહીવટદાર તરીકે મામલતદાર દલપતભાઈ ને જવાબદારી સોંપાય છે. ઉમરગામ નગરપાલિકામાં ગત ટર્મમાં બહુમતીથી ભાજપ ઍ સત્તા સુકાન સંભાળ્યું હતું. આગામી સમયમાં યોજાનાર ચૂંટણીને લઇ નવી મતદાર યાદી જાહેર થઈ ચૂકી છે, ઍસઆઇઆરની કામગીરી દરમિયાન કેટલાક નામોની બાદબાકી થઈ છે જ્યારે ૧૮ વર્ષની આયુ પૂર્ણ કરી સત્તાવાર રીતે મતદાન કરી શકે ઍવા નવા મતદારો ના નામોનો ઉમેરો થયો છે. કુલ સાત વૉર્ડમાં યોજનાના ચૂંટણીમાં રાજકીય પક્ષોઍ પણ કમરકસી સંભવિત ઉમેદવારોના નામો મેળવવા તેમજ પૂર્વ તૈયારીઓ હાથ ધરી છે.