બામટી પ્રા. શાળાની શિક્ષિકાનું સંશોધનપત્ર રાજયકક્ષાઍ રજુ થયું
- byDamanganga Times
- 18 March, 2026
(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૧૭ ઃ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (ઞ્ઘ્ચ્ય્વ્) ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડૉદરા આયોજીત રાજ્ય કક્ષાના સંશોધન પેપર પ્રેઝેન્ટેશન સેમિનારમાં ગુજરાત રાજ્યના વિવિધ ઝોનમાંથી પસંદગી પામેલા શિક્ષકો ઉપસ્થિત રહ્ના હતા. જેમાં દક્ષિણ ઝોનના વલસાડ જિલ્લામાંથી ધરમપુર તાલુકાના બામટી કેન્દ્રમાં સમાવિષ્ટ ઘોઘરપાટી પ્રાથમિક શાળાની શિક્ષિકા શ્રીમતી વર્ષાબેન આઇ. સોલંકી દ્વારા ધોરણ ૬ ના વિદ્યાર્થીઓમાં આનંદદાયી શિક્ષણ દ્વારા ભાષા અધ્યયન પર પ્રભાવ અને ભાષા સમજ શક્તિ પર અસરકારક પરિણામો ચકાસવાનો આ સંશોધન દ્વારા સફળ પ્રયાસ રહ્ના હતો.
આ પ્રસંગે ઞ્ઘ્ચ્ય્વ્ના રિસર્ચ ઍસોસિયેટ ડૉ.પંકજ મિસ્ત્રી તેમજ ડૉ.રોશનીબેન દેસાઇના હસ્તે પ્રમાણપત્ર ઍનાયત કરવામાં આવ્યું હતું. સાથે સાથે વડોદરા ડાયેટના પ્રાચાર્ય, વલસાડ ડાયેટના પ્રાચાર્ય તથા લેકચરરઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બી.આર.સી, સી.આર.સી તથા શાળાના આચાર્ય તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
