Damanganga Times.

Damanganga Times.

March 19, 2026

ઍસબીપીપી બેંકમાં બોર્ડની મુદત પૂરી થતાં કસ્ટોડિયનની નિમણુંક

ઍસબીપીપી બેંકમાં બોર્ડની મુદત પૂરી થતાં કસ્ટોડિયનની નિમણુંક


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૭ ઃ ઍસબીપીપી બેંક માં ડિરેક્ટર બોર્ડ ની મુદત પૂરી થતાં રજીસ્ટ્રાર શ્રી સહકારી મંડળીઓ ગાંધીનગર તરફ થી બેંકમાં કસ્ટોડિયન ની નિમણુંક કરવામાં આવી છે. કસ્ટોડિયન તરીકે  રાજેશભાઈ ગિરધરલાલ રાણા ની નિમણુંક કરવામાં આવેલ છે. તેઓ બેંક ઓફ બરોડા માં ૩૮ વર્ષ નો બેન્કિંગ અનુભવ ધરાવે છે અને બેન્કિંગ ક્ષેત્રે ખૂબ જ સિનિયર મેનેજર તરીકે પણ વિશેષ અનુભવ ધરાવે છે. તેઓ સામાજિક ક્ષેત્રે પણ ખૂબ જ સક્રિય છે. ખાસ જણાવવાનું કે તા.૧૪-૦૩-૨૦૨૬ ના રોજ હાલ ની ડી. બોર્ડ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની મુદત પૂરી થતાં બેંક નું કામકાજ વ્યવસ્થિત રીતે ચાલે તે માટે યોગ્ય કસ્ટોડિયન તરીકે  રાજેશભાઈની નિમણુંક કરવામાં આવેલ છે. રાજેશભાઈ જોકે પહેલા બેંકની બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન રહી ચૂક્યા છે. આ સાથે જ હાલની ડી. બોર્ડ ની મુદત વધશે કે કેમ તેની અટકળોનો અંત આવ્યો હતો. જો કે સુત્રોના જણાવ્યા મુજબ ઍસબીપીપી બેંક સીધા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના તાબા હેઠળ કામ કરતી હોવા થી ડી. બોર્ડ કે બોર્ડ ઓફ મેનેજમેન્ટ ના સભ્યો ની અનુપસ્થિતિ ને કારણે બેંક ના કામકાજ પર અસર પડશે નહીં અને બેન્ક પોતાના ગ્રાહકો અને સભાસદોના હિત માં કામ કરવાનું ચાલુ રાખશે. 

હાલ બેંક નો કુલ બિઝનેસ લગભગ ૧૮૭૦ કરોડ ની આસપાસ થઈ ગયેલ છે અને બેંકે ય્ગ્ત્ ગાઈડ લાઇન મુજબ બધા રિજર્વ ફંડ ણૂશ્વર્ફૂદ્દફૂ કરી ને પણ છેલ્લા બે વર્ષથી સભાસદો ને મહત્તમ ૨૦ ટકા ડિવિડન્ડ આપવાનું ચાલુ રાખ્યું છે.