વાંસદા તાલુકા સહકારી સંસ્થામાં ચેરમેન પદે મુકેશ પાનવાલાની બિનહરીફ વરણી
- byDamanganga Times
- 18 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાંસદા, તા. ૧૭ ઃ વાંસદા તાલુકા ખેતી પેદાશનું રૂપાંતર અને વેચાણ કરનારી સહકારી સંસ્થાની આજે યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન પદે સતત ત્રીજી વખત સહકારી અગ્રણી મુકેશભાઈ પાનવાલા બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે, જયારે વાઈસ ચેરમન પદે ઍડવોકેટ અને નોટરી રમણભાઈ પટેલ બિન હરીફ ચૂંટાયેલા જાહેર થતાં આ સંસ્થાનાં સહકારી અગ્રણીઓઍ સહકારી ભાવનાને ચરિતાર્થ કરી છે.
તાલુકામાં મોખરાનું સ્થાન ધરાવતી આ સહકારી સંસ્થાની ચેરમેન અને વાઈસ ચેરમેનની જાહેર થયેલી ચૂંટણીમાં સભાના પ્રમુખ તરીકે વલસાડ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો. ઓ. બેંક લિ. ના ડાયરેકટર જીવણભાઈ ડી. ગામીતની નિમણૂંક કરવામાં આવી હતી. સંસ્થાના ચેરમેન તરીકે મુકેશભાઈ પાનવાલાની દરખાસ્ત સહકારી અગ્રણી કાલિદાસ ચૌધરીઍ રજુ કરી હતી. જયારે આ દરખાસ્તને જયસિંગભાઈ પટેલે ટેકો આપતા મુકેશભાઈ પાનવાલા ચેરમેન પદે બિન હરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. જયારે વાઈસ ચેરમેનની ચૂંટણી માટે રમણભાઈ પટેલની દરખાસ્ત ધીરજભાઈ દળવી ઍ કરતા આ દરખાસ્તને ટેકો કેશુભાઈ બી. ગાંવિતે આપતા રમણભાઈ પટેલને વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.
સહકારી સંસ્થાની આજની ચુંટણીમાં ચુંટણી અધિકારી લાછાભાઈ પટેલે સમગ્ર ચુંટણીની કામગીરી સુપેરે પાર પાડી હતી. ચેરમેન અને વાઈસ ચેરમેન પદે વિજેતા થયેલા મુકેશ પાનવાલા તથા રમણભાઈ પટેલને તાલુકાના અગ્રણીઓ કાલિદાસભાઈ ચૌધરી, નટુભાઈ પાંચાલ, રાજેશભાઈ ગાંધી, અનુપસિંહ સોલંકી, હિનેશ ભાવાસાર, ધર્મેન્દ્રસિંહ સોલંકી, માજી ધારાસભ્ય છનાભાઈ ચૌધરી, પ્રધ્યુમ્નસિંહ અટોદરિઆ, અબ્બાસભાઈ કોન્ટ્રાકટર, બુધાભાઈ પટેલ સહિતના અગ્રણીઓઍ શુભેચ્છા પાઠવી ઉત્તરોત્તર પ્રગતિનાં શિખરો સિધ્ધ કરો ઍવી શુભ કામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઍરીક અવારીઍ કર્યુ હતુ.
