Damanganga Times.

Damanganga Times.

March 19, 2026

વલસાડમાં મહિલા આર્ટ ઍન્ડ ક્રાફટ ફેસ્ટિવલનો પ્રારંભ

વલસાડમાં મહિલા આર્ટ ઍન્ડ ક્રાફટ ફેસ્ટિવલનો પ્રારંભ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૭ ઃ વલસાડ ખાતે મહિલા આર્ટ ઍન્ડ ક્રાફટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન વલસાડ નગરપાલિકાના પ્રમુખ  માલતીબેન ટંડેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મેળો ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની હસ્ત કલા અને ઘર આધારિત ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા આયોજન કરવામાં આવ્યો છે.

આ મેળો તા. ૨૦-૦૩-૨૦૨૬ સુધી રોજ સવારે ૧૧ઃ૦૦ વાગ્યાથી રાત્રે ૧૦ઃ૦૦ વાગ્યા સુધી ખુલ્લો રહેશે. ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્વેતા દેસાઈ તેમજ કમલેશ ગીરાસે (દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી) ઉપસ્થિત રહ્ના હતા. ઉપરાંત મહિલા અને બાળ અધિકારી કચેરીના કર્મચારીઓ તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના પેરા લીગલ વોલેન્ટરો પણ હાજર રહ્ના હતા.

મેળામાં બહેનો દ્વારા બનાવાયેલા વિવિધ હસ્તકલા, પરંપરાગત કલાકૃતિઓ તેમજ ઘર આધારિત ઉત્પાદનોના સ્ટોલ મુકવામાં આવ્યા છે. નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહિલાઓના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.