Damanganga Times.

Damanganga Times.

March 19, 2026

વલસાડની શાહ ઍન. ઍચ. કોમર્સ કોલેજ સતત દસમાં વર્ષે યુર્નિ. ચેમ્પિયન બની

વલસાડની શાહ ઍન. ઍચ. કોમર્સ કોલેજ સતત દસમાં વર્ષે યુર્નિ. ચેમ્પિયન બની


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૭ ઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા સંચાલિત અને વાપીની કે. બી. ઍસ. કોલેજ દ્વારા આયોજીત આંતર કોલેજ રસ્સા ખેંચ બહેનોની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં વલસાડની શાહ ઍન. ઍચ. કોમર્સ કોલેજની બહેનોની ટીમ દર વર્ષની જેમ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી બધી મેચો ઍક તરફી જીતી સતત દસમા વર્ષે યુનિવર્સિટી ચેમ્પિયન બની છે. 

આ ખેલાડી બેહનોમાં વેદી પટેલ, ક્રિષ્ણા પટેલ, હેતવી મારવાડી, દિશા ટંડેલ, ધારા મુરાની, તનુશ્રી ઇમલોકર, શિવાંગી સિંગ અને વંશીકા મહેતાના ટીમ વર્ક અને જુસ્સાઍ આ વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

ખેલાડી બહેનોને કોચિંગ અને માર્ગદર્શન શારીરિક શિક્ષણ અધ્યાપક ડો. મુકેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. કોલેજ ટ્રસ્ટી મંડળના સભ્યો, તમામ  ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફના સભ્યો અને ઈન્ચાર્જ આચાર્ય પ્રો. વી.આર. ચાંપાનેરીઍ ખેલાડી બેહનોને શુભેચ્છા પાઠવી હતી.