Damanganga Times.

Damanganga Times.

March 19, 2026

અતુલ ફર્સ્ટ ગેટ પાસે સર્વિસ રોડ ઊંચો અને મુખ્ય માર્ગ નીચો હોવાથી વાહન ચાલકો પરેશાન

અતુલ ફર્સ્ટ ગેટ પાસે સર્વિસ રોડ ઊંચો અને મુખ્ય માર્ગ નીચો હોવાથી વાહન ચાલકો પરેશાન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૭ ઃ નેશનલ હાઇવે નંબર ૪૮ પર અતુલ ફર્સ્ટ પાસે આવેલો સર્વિસ રોડ ઊંચો હોવાને કારણે અને અતુલ તરફ જતો મુખ્ય રસ્તો નીચો હોવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે. રસ્તાઓના સ્તરમાં રહેલા આ મોટા તફાવતને લીધે વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે.

ખાસ કરીને શાળાઍ જતા વિદ્યાર્થીઓ, ખાનગી અને સરકારી ઓફિસોમાં કામ કરતા નોકરીયાતો અને રોજના સેંકડો વાહન ચાલકો આ જોખમી રસ્તાને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તો નીચો હોવાથી ચોમાસા દરમિયાન પાણી ભરાવાની કે અકસ્માત થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા આ બાબતે વહેલી તકે નેશનલ હાઇવે ઓથોરિટી વલસાડ માર્ગ મકાન વિભાગ કે લાગતા વળગતા અધિકારીઓ આ રસ્તાને પેચ વર્ક આપી કાયમી   નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ છે.