વાંકલમાં બે દિવસીય ક્રિકેટ ટુર્ના. રમાઈ
- byDamanganga Times
- 18 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૭ ઃ ઢોડિયા સમાજ સમસ્ત બાવીસા કુળ પરિવાર દ્વારા બીજા વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-૨ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દુલસાડ બાવીસા ઇલેવન ચેમ્પિયન બની હતી. જયારે બાવીસા પાટી ઇલેવન રનર્સઅપ રહી હતી. આ ટીમોને મહાનુભાવોના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી. શ્રીજી ક્રિકેટ ગ્રાઉન્ડ, વાંકલ ખાતે બે દિવસ યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં બાવીસા કુળની દુલસાડ, પાટી, રાનપાડા, ફલધરા, વેલવાચ, નવેરા, ઓઝર, ખેરગામ, જુજવા, ચણવઇ, બરૂમાળ ગામની ૧૨ જેટલી ટીમોઍ ભાગ લીધો હતો. બાવીસા પરિવારના ધારાસભ્ય અરવિંદભાઇ પટેલે હાજરી આપી કુળના ખેલાડીઓને ખેલદિલીની ભાવના કેળવી, ક્રિકેટ સાથે સમાજના ઍકતા પર ભાર મુકયો હતો. ટુર્નામેન્ટના મેન ઓફ ધ સીરીઝ શરદભાઇ દુલસાડને અક્ષર સ્પોર્ટસ નવેરા દ્વારા સાયકલ આપવામાં આવી હતી. બેસ્ટ ફિલ્ડર ભાવેશભાઇ દુલસાડ, બેસ્ટ બોલર શરદભાઇ દુલસાડ, બેસ્ટ બેટર હાર્દિકભાઇ દુલસાડને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મનિષભાઇ પટેલ, કાર્યપાલક ઇજનેર, અનિલભાઇ પટેલ, કાર્યપાલક ઇજનેર, ઉમેશ બાવીસા, સહાયક માહિતી નિયામક, કાંતિભાઇ પટેલ, અમરતભાઇ પટેલ, કેસુરભાઇ પટેલ, પિંકેશભાઇ સહિત સમાજના આગેવાનો, બાવીસા કુળની આયોજકોઍ સાથ અને સહયોગ વડે ટુર્નામેન્ટને સફળ બનાવી હતી.
