Damanganga Times.

Damanganga Times.

March 19, 2026

પારડીમાં બે દિવસીય રકતદાન કેમ્પ યોજાયો

પારડીમાં બે દિવસીય રકતદાન કેમ્પ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૭ ઃ દર વર્ષની જેમ અતુલ લિમિટેડ દ્વારા અતુલ ડે નિમિત્તે બે દિવસ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૬૪૨ યુનિટ બ્લડ ડોનરે ડોનેટ કર્યું હતું અને કેમ્પને સફળ બનાવ્યો હતો. આ કેમ્પમાં પારડીના સેવાભાવી બ્લડ બેન્કના સભ્ય સંજયભાઈ બારીયાઍ ૧૨૧મી વખત બ્લડ ડોનેટ કર્યો હતો. ખરેખર ઍમણે રક્તદાનઍ મહાદાનના સૂત્રને સાર્થક કર્યો છે. 

ઍમણે ૧૨૧ વખત રક્તદાન કરી લોકોનો જીવન બચાવ્યો છે અને રક્તદાનનો ઔષધ અવસર પ્રા થયો હતો. તેઓઍ સૌ ડોનર અને અતુલ લિમિટેડના આયોજકોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને આયોજકોઍ પણ ઍમને પ્રોત્સાહિત કર્યા હતાં.