પારડી પાલિકાઍ ડોર ટૂ ડોર વેરા વસૂલાતની કામગીરી તેજ કરી
- byDamanganga Times
- 18 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૭ ઃ પારડી નગરપાલિકાના વેરા વિભાગ દ્વારા માર્ચ મહિનાના હવે ઍન્ડના ગણતરીના દિવસ બાકી હોય ત્યારે ડોર ટુ ડોર વેરા વસૂલાત શરૂ કરી દેવામાં આવી છે. જે વેરા વસુલાતના ભાગરૂપે શનિવારે અને રવિવારે રજા હોવા છતાં પણ પારડી નગરપાલિકાના વેરા વિભાગ સહિત તમામ કર્મચારીઓ વેરા વસુલાત માટે આવ્યા હતાં અને રજાના દિવસે પણ ડોર ટૂ ડોર જઈને વેરા વસુલાત કરી હતી. પારડી નગરપાલિકાના વોર્ડ નંબર ઍકથી સાત સુધી સતત વેરા વસુલાતની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી અપૂર્ણ રહેતા હવે માર્ચ મહિનાના પૂર્ણતાના ગણતરીના દિવસો બાકી હોય ત્યારે વેરા વસુલાતની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ કરવા માટે વેરા વિભાગના કર્મચારીઓ સહિત દરેક વિભાગના કર્મચારીઓ ભયંકર ગરમીમાં હવે જેમના વેરાના પૈસા બાકી છે ઍમના ઘરે જઈને વેરા વસુલાત કરતા થયા છે. પાલિકાના કર્મચારીઓ ડોર ટુ ડોર ઘરે જતા નાગરિક કર્મચારીઓને સહકાર આપી રહ્ના છે અને વસુલાત ઝડપી બની ગઈ છે. પાલિકાનો વેરા વસુલાતનો ટાર્ગેટ ૧૦૦ ટકાનો છે. પાલિકાના પ્રમુખ ચેતનભાઇ નાયકા, ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ, કારોબારી અધ્યક્ષ ચેતનભાઇ ભંડારીની સંપૂર્ણ ટીમ ઝડપી કામગીરી થાય ઍ દિશામાં પ્રયત્નશીલ છે અને ૧૦૦ ટકા વસૂલાતની કામગીરી પૂરી થાય અને ગ્રાન્ટ મળે તથા પારડીનો સર્વાંગી વિકાસ થાય ઍ દિશામાં વેરા વસુલાત ઝડપી બની છે.
