પારડી હોસ્પિટલમાં ફાયર સેફટી અંગે મોકડ્રિલ યોજાઈ
- byDamanganga Times
- 18 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૭ ઃ પારડી હોસ્પિટલ દ્વારા તાજેતરમાં ફાયર સેફટી અંગે જાગૃતિ અને તૈયારીઓ મજબૂત બનાવવાના હેતુથી મૉક ફાયર ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રિલ બે દિવસ પહેલા ડૉ. મુસ્તાક કુરેશીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાઈ હતી. આ મોકડ્રિલનો મુખ્ય હેતુ ઍ હતો કે જો કોઈ અનિચ્છિનીય સંજોગોમાં હોસ્પિટલમાં આગ જેવી આપાત પરિસ્થિતિ સર્જાય, તો હોસ્પિટલનો સ્ટાફ કેવી રીતે તબક્કાવાર અને સુવ્યવસ્થિત રીતે જરૂરી પગલાં લે તે અંગે પ્રાથમિક તાલીમ અને પૂર્વ તૈયારી થઈ શકે. ડ્રિલ દરમિયાન સ્ટાફે દર્દીઓની સુરક્ષા, આગ નિયંત્રણ અને ઈમર્જન્સી વ્યવસ્થાપન જેવી બાબતોનું પ્રદર્શન કર્યું હતું. આ આયોજનમાં પારડી નગરપાલિકાનો મહત્વપૂર્ણ સહકાર પ્રા થયો હતો. ડ્રિલના અંતે ડૉ. કુરેશીઍ સમગ્ર હોસ્પિટલ સ્ટાફને ઝડપી અને સુવ્યવસ્થિત કામગીરી બદલ અભિનંદન આપ્યા અને પારડી નગરપાલિકાનો સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ ડ્રિલને સફળ બનાવવામાં હોસ્પિટલના ઍડમિનિસ્ટ્રેટર સત્ય પુરાણીક, હોસ્પિટલ મેનેજર જુસબ મલેક, નર્સિંગ હેડ મીનાબેન ટંડેલ સહિત સમગ્ર સ્ટાફનો મહત્વપૂર્ણ ફાળો રહ્ના હતો. જેમનો ડૉ. કુરેશીઍ આભાર વ્યક્ત કર્યો હતો.
