Damanganga Times.

Damanganga Times.

March 17, 2026

ઉમરગામ નોટીફાઇડ બોર્ડના ચેરમેન પદ માટે જીગ્નેશભાઈ બારીની બિનહરીફ વરણી કરાઈ

ઉમરગામ નોટીફાઇડ બોર્ડના ચેરમેન પદ માટે જીગ્નેશભાઈ બારીની બિનહરીફ વરણી કરાઈ


ઉમરગામ, તા.૧૬ ઃ ઉમરગામ નોટીફાઈડ બોર્ડના ચેરમેન તરીકે જીગ્નેશ બારીની પસંદગી કરવામાં આવી છે. તેમની નિમણૂક થતાં જ ઉમરગામ વિસ્તારના ઉદ્યોગકારોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

વાપી કચેરી ખાતે તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે સમર્થકો અને ઉદ્યોગકારોઍ ખુશી વ્યક્ત કરી હતી અને જીગ્નેશ બારીને પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતા. ઉપસ્થિત લોકોઍ તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે જીગ્નેશ બારીના નેતૃત્વ હેઠળ વિસ્તારના વિકાસને વધુ ગતિ મળશે. ઉદ્યોગકારોને વિશ્વાસ છે કે જીગ્નેશ બારીના માર્ગદર્શન હેઠળ ઉમરગામ નોટીફાઇડ બોર્ડમાં વધુ સુચારૂ કામગીરી થશે. આનાથી ઉદ્યોગ અને સ્થાનિક વિકાસને પ્રોત્સાહન મળશે.