દમણમાં કાર-સ્કોર્પીયો અકસ્માતમાં આરોપીની ૬૯ દિવસે ધરપકડ
- byDamanganga Times
- 17 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૬ ઃ દમણમાં કાર અને સ્કોર્પીયો અકસ્માત પ્રકરણમાં આરોપી કેયુર રમેશ પટેલની ૬૯ દિવસે પોલીસે ઘરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આધાર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત તા. ૪-૧-૨૦૨૬ ના રોજ રાત્રે ત્રણ કલાકે વાપી રહેતા ક્રિશ રાજપુત નામના યુવાન પોતાની કાર લઈને દમણ જઈ રહ્ના હતો.
તે દરમિયાન દમણ કોલેજ રોડ થી આગળ મુખ્ય માર્ગ ઉપર રોંગ સાઈડ થી આવતી ઍક સ્કોર્પીયો કાર સાથે અકસ્માત થતા ક્રિશ રાજપૂત રહે વાપીનું ઘટના સ્થળે જ મોત થયું હતું જે પ્રકરણમાં સ્કોર્પીયો ચાલક આરોપી કેયુર રમેશ પટેલ રહે. વટાર વાપીનાની સામે અકસ્માત ગુનો દમણ પોલીસમાં નોંધાયો હતો આરોપીને પણ ઇજા થઈ હોવાને લઈ સેલવાસની નમો મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરાયો હતો અને આરોપીઍ પોલીસ ઘર પકડથી બચવા માટે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરાઈ હતી. જેને વિદ્વાન જજ દ્વારા ફગાવી દેતા તા. ૧૩-૩-૨૦૨૬ના રોજ દમણ પોલીસે કેયુર રમેશ પટેલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
