Damanganga Times.

Damanganga Times.

March 17, 2026

વલસાડમાં જાહેર માર્ગ પર ગંદા પાણીથી લોકો પરેશાન

વલસાડમાં જાહેર માર્ગ પર ગંદા પાણીથી લોકો પરેશાન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા.  ૧૬ ઃ વલસાડ શહેરની  લાલ સ્કુલ  સામેના મુખ્ય રસ્તા પર ડ્રેનેજનું ગંદુ પાણી જાહેર રસ્તા પર વહેતું થતા શાળાના બાળકો રીસેસમાં બહાર આવતા અસહ્ના દુર્ગંધ મારતા ઍક જાગૃત નાગરિકે વલસાડ  પાલિકાના ડ્રેનેજ વિભાગને જાણ કરતા પાલિકા પાસે સાધનો નથી.  જવાબ મળ્યો હતો. ડ્રેનેજનું ગંદુ પાણી જાહેર ઉપર થી વહેતા સ્થાનિક લોકો અને વાહન ચાલકો ભારે પરેશાન થઈ ગયા હતા. 

વલસાડ શહેર ની લાલ સ્કુલ સામેના મુખ્ય રસ્તા પર ડ્રેનેજ નું ગંદુ પાણી જાહેર રસ્તા પર વહેતું થતા શાળાના બાળકો રીસેસમાં બહાર આવતા જોવા મળ્યું હતું. ઍક જાગૃત નાગરિક નિલય ખારાઍ જે અંગે વલસાડ નગરપાલિકાના ડ્રેનેજ વિભાગમાં સંપર્ક કર્યો હતો અને તેમણે જણાવ્યું કે શહેરના લાલ સ્કૂલના મુખ્ય રસ્તા પરનું પાણી જાહેર ઉપરથી પસાર થતા શાળામાં ભણતા વિદ્યાર્થીઓ રહીશો અને વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્ના છે. ડ્રેનેજનુંં  ગંદુ પાણી અંગે ડ્રેનેજ  વિભાગમાં ફરજ બજાવતા   કર્મચારીને ફરિયાદ કરતા તેમણે     આ ગંદુ પાણી રોડ ઉપર વહાવી રહ્ના છો તમારી પાસે આ પાણી ખેંચી લેવાય ઍવા ડ્રેનેજના ટેન્કર નથી. ઍકજ વાહન છે અને પાણી ભરવા ગયું છે. ઍટલે આ પાણી ઓછું હોઈ ઍમ ઍ વધુ પાણી મારી વધુ ગંદકી રોડ ઉપર વહાવી રહ્ના છે. આ વલસાડ નો મુખ્ય રસ્તો છે. અહીંયા લાલ સ્કુલના નાના બાળકો ભણે અને આ ગંદકીમાં રીસેસમાં બહાર ખાવાનું ખાવા આવશે. નિલય ખારાઍ  તપાસ કરતા જાણવા મળ્યું કે  ડ્રેનેજ ના આ બધા ના અંગત વસાવેલા ડ્રેનેજ ટેન્કરોથી આ લોકો નગરપાલિકા માં આવતા ડ્રેનેજ કોલ પોતાના અંગત વાહન મોકલી ૨૫૦૦ થી ૫૦૦૦ વસુલી વેપાર કરે છે. 

જેથી પાલિકા સભ્ય  વિમલભાઈ ગજધરને ફોન કરી  ડ્રેનેજ કર્મચારીની વાત કરી તો કહે ઍને જવાદો...મેં ઍને પાવડર નાખવા કીધું છે આ ગંદકી ઉપર અને માલતીબેન ટંડેલ ને ફોન કર્યા પણ હરહંમેશની જેમ ફોન ઉચક્યો ન હતો.