Damanganga Times.

Damanganga Times.

March 17, 2026

રોલા હાઈવેની હોટલમાં લોહીવાળું કાચું ચિકન પિરસાતાં વિવાદ

રોલા હાઈવેની હોટલમાં લોહીવાળું કાચું ચિકન પિરસાતાં વિવાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૬ ઃ વલસાડના રોલાગામે હાઇવે પર આવેલી   જાણીતી ફૂડ ચેઇન ધ્જ્ઘ્ માં જમવા  બિલીમોરાથી આવેલા ઍક ગ્રાહકને પીરસવામાં આવેલું ચિકન કાચું નીકળતા અને તેમાંથી લોહી જોવા મળતા ગ્રાહકે ભારે હોબાળો મચાવ્યો હતો. અને વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે.

વલસાડ તાલુકાના ડુંગરી નજીક રોલાગામે હાઇવે પર કે.ઍફ.સી. નામની હોટલ આવેલી છે. આ હોટલમાં બિલીમોરામાં રહેતા અનિકેત ગુા નામ ના  ગ્રાહક ધ્જ્ઘ્ પર ચિકન ખાવા માટે ગયા હતા. તેમણે રૂ. ૩૭૯ ની કિંમતનું હોટ ઍન્ડ ક્રીપ્સી ચિકન ઓર્ડર કર્યું હતું. ગ્રાહકે જ્યારે ખાવાનું શરૂ કર્યું ત્યારે ચિકન અંદરથી સાવ કાચું જણાયું હતું. ઍટલું જ નહીં, આ કાચા ચિકનમાંથી લોહીવાળુ (બ્લડ) નીકળતું હોવાનું  જોઈ ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા. અનિકેત ગુાઍ જ્યારે આ ગંભીર બેદરકારી બાબતે કેઍફસીના કર્મચારીઓને ફરિયાદ કરી, ત્યારે ભૂલ સુધારવાને બદલે કર્મચારીઓઍ ગ્રાહક સાથે  ગેરવર્તણૂક કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે અંગેનો  સમગ્ર ઘટનાનો વિડિયો ગ્રાહકે મોબાઈલના કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.અગાઉ પણ ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી રેડમાં આ કેઍફસી આઉટલેટમાંથી હલકી ગુણવત્તાનું ફૂડ મળી આવ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ફરી ઍકવાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાનું જણાતા, ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી  ગ્રાહકોને આવું લોહીવાળું કાચું ચિકન પીરસાતું રહેશે.