Damanganga Times.

Damanganga Times.

March 17, 2026

વાપી ડેપો પર સમયસર બસ ન ઉપાડનાર ડેપો મેનેજર સસ્પેન્ડ

વાપી ડેપો પર સમયસર બસ ન ઉપાડનાર ડેપો મેનેજર સસ્પેન્ડ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૬ ઃ વાપી ઍસટી ડેપો માંથી બસ ડાઈવર દ્વારા શિડયુલ હોવા છતાં બસ નહીં ઉપાડતા ડેપો મેનેજર દ્વારા તાત્કાલિક સસ્પેન્શન નો ઓર્ડર કરવામાં આવતા અન્ય બસ ડ્રાઈવર અને કંડકટરમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ વલસાડ વિભાગના વાપી ડેપો ખાતે ફિક્સ પગાર ઉપર ફરજ બજાવતા બસ ડ્રાઇવર રાજેશકુમાર રમેશભાઈ અન્સારી દ્વારા શિડયુલ નંબર હોવા છતાં વાપી બોટાદ રૂટ ઉપર મૂકવામાં આવેલ હોવા છતાં તેઓ પોતાના મનસ્વીપણે ફરજ છોડી ચાલી ગયેલ અને ડેપો મેનેજર દ્વારા ખુલાસો માંગતા તેમણે સ્લીપર બસ ફાળવણી ન હોવાનું જણાવી દીધું હતું અને આ રૂટ ઉપર ના પેસેન્જર દ્વારા ઉભાડો કરતા ૩૦ મિનિટ બાદ અન્ય વ્યવસ્થા કરી મુસાફરોને મોકલાવ્યા હતા઼. અને ત્યારબાદ તારીખ ૧૦-૦૩-૨૦૨૬ થી ૧૪-૦૩-૨૦૨૬ સુધી કોઈપણ જાતની પરવાનગી વગર ગેરહાજર રહેતા બસ ડ્રાઇવર રાજેશ અન્સારીને વાપી ડેપોના મેનેજર જે સી માહલા તારીખ ૧૬-૦૩-૨૦૨૬ના રોજ તાત્કાલિક અસરથી સંસ્થાની નોકરીમાંથી ફરજ મોકુફી ઍટલે કે સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કરાયો છે અને સસ્પેન્શનના સમયગાળા દરમિયાન તેઓઍ નિયમ અનુસાર ધરમપુર ડેપો સમક્ષ હાજરી આપવાની રહેશે. આ અંગેની જાણકારી ઍસટી ડેપો મેનેજર દ્વારા વિભાગ્ય કચેરીઓને કરવામાં આવી છે. ઘટનાને પગલે વાપી ઍસટી ડેપોમાં ફરજ બજાવતા બસ ડ્રાઇવર અને કંડકટર તેમજ અન્ય કર્મચારીઓમાં પણ ભારે ફકરાટ ફેલાયેલો જોવા મળ્યો છે.