વલસાડમાં જાહેર માર્ગો પરથી ૮ લારીઅો હટાવાઈ
- byDamanganga Times
- 17 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ વલસાડ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને જાહેર માર્ગો ખુલ્લા કરવાના હેતુથી નગરપાલિકા દબાણ વિભાગના મહેશ ઉર્ફે મુન્ના ચૌહાણ તેમની ટીમ સાથે શહેરના રસ્તા પર થી ૮ લારીનું દબાણ દૂર કર્યું છે. વલસાડ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને જાહેર માર્ગો ખુલ્લા કરવાના હેતુથી નગરપાલિકા દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે વલસાડ નગરપાલિકાની દબાણ શાખા ના મહેશ ઉર્ફે મુન્ના ચૌહાણ તેમની ટીમ સાથે શહેરના ગાંધી લાયબ્રેરી સામે તથા આઝાદ ચોક રોડ પર મુકેલી ૮ જેટલી લારી ઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી રસ્તા પર અડિંગો જમાવીને ઉભેલી ફ્રૂટની લારીઓનું દબાણ હટાવ્યું હતું. આ કામગીરી દરમિયાન લારી ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પાલિકા દ્વારા લારીઓ જ કરવાની સાથે ફરીથી દબાણ ન કરવા તાકીદ પણ કરવામાં આવી છે.
