આજથી વાપીમાં શિવકથા
- byDamanganga Times
- 17 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ વાપી જીઆઇડીસીના ચણોદ કોલોની ખાતે આવેલ શ્રી અંબે માતા મંદિર પરિસરમાં છ દિવસીય શિવ કથાનું આયોજન કરાયું છે જેમાં મુખ્ય વક્તા તરીકે ભરતભાઈ વ્યાસ બિરાજમાન થશે. વાપી જીઆઇડીસીના ચણોલ કોલોની ખાતે આવેલ શ્રી અંબે માતા મંદિર પરિસરમાં શ્રી જય અંબે મહિલા મંડળ અને જય અંબે સેવા સમિતિ ચણોદ કોલોની દ્વારા તારીખ ૧૭-૩-૨૦૨૬ થી ૨૩-૩-૨૦૨૬ સુધી શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ તારીખ ૧૭-૩-૨૦૨૬ ને મંગળવારના રોજ પોથીયાત્રા તેમજ કળશ યાત્રા સાથે બપોરે ચાર કલાકે દીપ પ્રાગટ્ય કરી કથાની શરૂઆત કરાશે. આ દરમિયાન શિવ પ્રાગટ્ય સતિ પ્રાગટ્ય શિવ પાર્વતી વિવાહ ગણેશ જન્મ તેમજ વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. અંતે તારીખ ૨૩-૩-૨૦૨૬ ના રોજ કથા અને વિરામ પાસે ત્યારબાદ સાંજે ૬ થી ૧૦ કલાક દરમિયાન મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન જય અંબે મહિલા મંડળ અને જય અંબે સેવા સમિતિ ચણોદ કોલોની વાપી દ્વારા કરાયું છે.
