Damanganga Times.

Damanganga Times.

March 17, 2026

ડુંગરી પંથકમાં વીજ કંપનીની રીક્ષા ફેરવી બીલ ભરવા તાકીદ

ડુંગરી પંથકમાં વીજ કંપનીની રીક્ષા ફેરવી બીલ ભરવા તાકીદ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા.૧૬ ઃ દક્ષિણ ગુજરાત વીજ કંપની ની પેટા કચેરી ડુંગરીના કાર્યક્ષેત્રમાં આવતા ગામોમાં વીજ ગ્રાહકોને વીજ બિલના નાણા ભરી જવા માટે રીક્ષા ફેરવી વીજ ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે અને જો વીજ બિલના નાણાં ન ભરે તો તારીખ ૧૭. ૩. ૨૬ અને ૧૮. ૩. ૨૬ ના રોજ વીજ જોડાણો કાપી નાખવામાં આવશે ઍવી પણ ચેતવણી આપવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા હાલમાં માર્ચ ઍન્ડિંગ હોય અને હિસાબી નાણાનો વ્યવહાર પૂરો કરવાનો હોય ત્યારે ડુંગરી વીજ કંપનીના કાર્યક્ષેત્રમાં આવતા ગામોના વીજ ગ્રાહકોને વીજ બિલના નાણાં ભરી જવા માટે ગામે ગામ રીક્ષા ફેરવી વીજ ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે જો વીજ બીલના નાણાં સમયસર ન ભરવામાં આવશે તો મંગળવાર અને બુધવારના રોજ વીજ જોડાણો કાપી નાખવામાં આવશે ઍમ ચેતવણી આપી ગામેગામ રીક્ષા ફેરવવામાં આવી રહી છે ત્યારે નાના નાના વીજ ગ્રાહકો સમયસર વીજ બિલના નાણાં ભરી દેતા હોય છે પરંતુ ડુંગરી જીઇબી ના કાર્યક્ષેત્રમાં આવતા ઔદ્યોગિક સંચાલકો અને હોટલ સંચાલકોના લાખો રૂપિયાના બિલો સમયસર ભરવામાં આવતા હશે કે કેમ તે પણ ઍક પ્રશ્ન થઈ પડે છે ત્યારે વીજ કંપની દ્વારા ગામેગામ રીક્ષા ફેરવી વીજ ગ્રાહકોને ચેતવણી આપવામાં આવી રહી છે તેના કરતાં મોટા મોટા વીજ બિલ આવતા ગ્રાહકોને વીજ બીલ ભરવા માટે દબાણ કરવામાં આવે તે જરૂરી છે.