Damanganga Times.

Damanganga Times.

March 17, 2026

ગોયમામાં ‘રોડ નહીં તો મત નહીં’ના સૂત્રોચ્ચાર

ગોયમામાં ‘રોડ નહીં તો મત નહીં’ના સૂત્રોચ્ચાર


  (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીવલ, તા. ૧૬ ઃ વલસાડ જિલ્લાના અરનાલા–ઉદવાડા માર્ગ પર લાંબા સમયથી પડેલા મોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનો ભારે મુશ્કેલી અનુભવી રહ્ના છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં રસ્તાનું સમારકામ ન થતા ગોયમા ગામે ગ્રામજનોઍ વિરોધ નોંધાવ્યો હતો. ગામલોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઍકત્રિત થયા અને રોડ નહીં તો મત નહીં જેવા સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ માર્ગ પરથી રોજ સેકડો વાહનો પસાર થાય છે, પરંતુ રસ્તા પર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકોને ભારે જોખમ વચ્ચે મુસાફરી કરવી પડે છે. ખાસ કરીને વરસાદ બાદ રસ્તાની હાલત વધુ ખરાબ બની ગઈ છે. ખાડાઓને કારણે નાના મોટા અકસ્માતોની ઘટનાઓ પણ સર્જાઈ રહી હોવાનો ગ્રામજનોઍ આક્ષેપ કર્યો હતો.ગ્રામજનોઍ જણાવ્યું હતું કે, આ અંગે વારંવાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્ના છે. વિરોધ દરમિયાન ગામલોકોઍ તંત્રને ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં અરનાલા–ઉદવાડા માર્ગના ખાડાઓનું સમારકામ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.  સાથે જ સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગ્રામજનોઍ રોડ નહીં તો મત નહીંનો નારો આપી તંત્ર અને જનપ્રતિનિધિઓને ચેતવણી આપી હતી.