વાપી મનપાનું રૂ. ૭૫૪ કરોડનું પાણીદાર બજેટ
- byDamanganga Times
- 17 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ વાપી મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૬ ૨૭ નું અંદાજિત બજેટ સતત બીજા વર્ષે વહીવટદારના શાસન હેઠળ રજૂ કરવામાં આવ્યું છે. આ અંદાજપત્રમાં રૂપિયા ૭૫૪ કરોડની અંદાજિત આવક સામે રૂપિયા ૭૪૭ કરોડનો અંદાજિત ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. આ બજેટમાં મોટા પ્રોજેક્ટ્સને બદલે છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે સાથે પાણી વિભાગ માટે ૨૦૦ કરોડથી વધુનો ખર્ચકરવામાં આવશે સાથે નવા જોડાયેલા તમામ ગામડાઓમાં પ્રાથમિક સુવિધા અપાશે અને ટેક્સમાં કોઈપણ જાતનો વધારો કરવામાં આવશે નહીં. વાપી મહાનગરપાલિકા બન્યા બાદ સતત બીજા વર્ષે વહીવટદાર ભવ્ય વર્મા અને વાપી મ્યુનિસિપલ કમિશનર યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં આજે વર્ષ ૨૦૨૬ ૨૭ નું બજેટ અંદાજિત બજેટ ૭.૫૪ .૯૭.૦૨.૫૩૪ કરોડનું રજુ કરવામાં આવ્યું હતું જેમાં આવક ૫, ૬ ૭, ૨૪ ,૮૯ ,૮૩૮ અંદાજિત ખર્ચ ૭.૪૭.૮૯. ૮૫.૦૫૯ કરવામાં આવ્યો છે જ્યારે ખાસ કરીને વાપી નગરપાલિકા હદ વિસ્તાર તેમજ ફરીથી તેમજ પાછળથી મહાનગરપાલિકા બન્યા બાદ જોડાયેલા બાર ગામો માટે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સો કરોડથી વધુની જોગવાઈ આ બજેટમાં કરાય છે ગત વર્ષનું અંદાજિત બજેટ ૬૪૦.૮૯ કરોડ નું હતું જેમાં આ વખતે કરોડનો વધારો કરવામાં આવ્યો છે.
સાથે આ વખતે વાપી મહાનગરપાલિકા દ્વારા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૯૦ . ૪૦ કરોડ ના ખર્ચે ૭૧.૪૪ કિલોમીટરના રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧૭ મુખ્ય માર્ગ અને ઍક આરસીસી રોડ તેમજ ૩૫ આંતરિક માર્ગ અને ૧૨ આંતરિક આરસીસી રોડનું આયોજન કરવામાં આવ્યું છે પાણી પુરવઠા વિભાગ માટે જે ૨૦૦ કરોડ ની ફાળવણી કરવામાં આવી છે જેમાં બાર ગામોમાં પીવાના પાણીની ૨૦ લાખથી પાંચ લાખ લિટર સુધીની ટાંકી અને સમ તેમજ ડીસ્ટ્રીબ્યુટર લાઈન નાખવામાં આવશે જ્યારે સ્ટોમ વોટર ડ્રેનેજ માટે ખાસ કરીને નામધા ખાડી નું ડ્રીઝિંગ તેમજ આરસીસી કરવાનું કામ ફેઝ વન માટે ૧૫.૨૯ કરોડ અને ફેસ ટુ માટે ૧૦ કરોડ મળી કુલ ૨૫.૨૯ કરોડની ફાળવણી કરાઈ છે જ્યારે બિલખાડીનું લાઇનિંગ કરવાનું કામ ૧૦ કરોડનું અને તેવી જ રીતે મહાનગરપાલિકા હદ વિસ્તારના સ્ટ્રોંગ વોટર ડેને જ બનાવવા માટે ૧૦.૧૦ કરોડનું ખર્ચ કરવામાં આવશે તેમજ ગંદા પાણીના યોગ્ય શુદ્ધિકરણ હેતુસર ૭૨.૧૧ કરોડ અને બલિઠામાં ૫૦ ઍમઍલડીના ઍસટીપીની કામગીરી કરાશે જ્યારે ઇલેક્ટ્રીક વિભાગ માં ૧૩.૬૫ કરોડના ખર્ચે વિવિધ વિસ્તારોમાં કુલ ૩,૬૩૧ નવી સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવશે જેમાં મુખ્યત્વે નવા જોડાયેલા બાર ગામોને પહેલી પ્રાધાન્યતા આપવામાં આવશે સાથે ૧.૩૭ કરોડના ખર્ચે કુલ ૯૫ સેન્ટરલાઈફ કંટ્રોલ મોનિટરિંગ સિસ્ટમ પેનલ બનાવવામાં આવશે સાથે આંગણવાડી સ્પોર્ટ ફેસિલિટી ગાર્ડન લાયબેરી અર્બનિક સ્મશાન ડેવલપમેન્ટ તળાવ ડેવલપમેન્ટ સિટીને બ્યુટીફિકેશન કરવાનું તેમ જ વાપી મહાનગરપાલિકાની મુખ્ય કચેરીનું નવું મકાન બનાવવા માં આવશે અને વાપીમાં રખડતા પશુ નિયંત્રણ વિભાગ માટે પણ ૧.૧૦ કરોડના ખર્ચે ર્ીણુણૂ સેન્ટર અને રખડતા ઢોર માટે રૂપિયા ૩.૯૦ કરોડના ખર્ચે ઢોર વાળા ઍટલે કે પાંજરાપોળ બનાવાશે તેમજ વાપી મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં સીસીટીવી સર્વેન્સ સિસ્ટમની કામગીરી રૂપિયા બે કરોડના ખર્ચે કરાશે જેને લઈ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારમાં સિક્યુરિટી પણ મજબૂત બનશે.
જોકે વાપી મહાનગરપાલિકા નો કુલ વિસ્તાર ૭૨.૭૪ ચોરસ મીટર જેટલો છે જેમાં વાપી મહાનગરપાલિકા અને બહાર ગામોનો સમાવેશ થાય છે વાપી ૧૯૬૦ માં ગ્રામ પંચાયત હતું અને તે ૧૯૯૦ માં નગરપાલિકા માં રૂપાંતર થઈ હતી ત્યારબાદ રાજ્યની ઍ વન કેટેગરીની નગરપાલિકા તરીકે ગણના થતી હતી અને ૨૦૨૫ ના વર્ષમાં વાપી નગરપાલિકાને મહાનગરપાલિકા નો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારથી આજ સુધીમાં સતત બીજા વર્ષે વહીવટદાર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા અંદાજિત બજેટ રજૂ કરાયું છે આજની આ પ્રેસ કોન્ફરન્સમાં વહીવટદાર ભવ્ય વર્મા મ્યુનિસિપલ કમિશનર યોગેશ ચૌધરી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આસ્થા સોલંકી કલ્પેશભાઈ શાહ રામચંદ્રભાઇ દેસાઈ ટેક્સ વિભાગના રાકેશ ઠક્કર તેમજ મનપાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્નાં હતા.
