બીલીમોરા ભાજપ દ્વારા સી.આર. પાટીલના જન્મદિવસની સેવાકીય કાર્યો સાથે ઉજવણી
- byDamanganga Times
- 17 March, 2026
(દમણગંગા ટાઈમ્સ)
બીલીમોરા, તા.૧૬ ઃ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે બીલીમોરા શહેર ભાજપ દ્વારા સોમવારે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યકરો દ્વારા મેંગુષિ હોસ્પિટલના દર્દીઓ, શહેરની ૧૩ આંગણવાડીઓના ૨૩૦ બાળકો તેમજ મહાવીર વૃદ્ધાશ્રમના વડીલોને પૌષ્ટિક ફ્રુટનું વિતરણ કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ તમામ સેવા કાર્યો થકી મંત્રી સી.આર. પાટીલના સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને સમાજમાં સંવેદના તથા સહકારનો સંદેશ પ્રસરાવ્યો હતો.
નવસારી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મનહર ઉર્ફ મનાભાઈ ભાઈ પટેલ, જિલ્લા મંત્રી વિપુલાબેન મિસ્ત્રી, શહેર પ્રમુખ નિરવ ટેલર અને નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ પટેલ, ઉપપ્રમુખ તેજલબેન જોશી, સંગઠન મહામંત્રી ભરતભાઈ પટેલ મનીષભાઈ દેસાઈ,જિલ્લા મહિલા મોરચા પ્રમુખ સુમિત્રા બેન પટેલ,સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટના સુચિતાબેન દુશાને, આશુસિંગ ઉર્ફ પીચીભાઈ લબાના અને રમેશભાઈ રાણા સહિતના હોદ્દેદારો તથા સદસ્યોઍ હાજર રહી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.
