Damanganga Times.

Damanganga Times.

March 17, 2026

વલસાડના ભાવનાબેન મિસ્ત્રી મુખ્યમંત્રી સાથે સંવાદ કાર્યક્રમમાં જોડાયા

વલસાડના ભાવનાબેન મિસ્ત્રી મુખ્યમંત્રી સાથે સંવાદ કાર્યક્રમમાં જોડાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૬ ઃ ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે પૂર્વ સંધ્યાઍ ગાંધીનગરમાં ગુજરાતના  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

જેમાં સ્પોર્ટ્સ, સમાજસેવા, સ્ટાર્ટ અપ, શિક્ષણ વગેરે વિવિધ ક્ષેત્રોમાં સફળ નેતૃત્વ કરતી મહિલાઓની સાથે ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે ચર્ચા સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં વલસાડના સમાજસેવિકા  ભાવનાબેન મિસ્ત્રીને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

છેલ્લા ૨૭ વર્ષથી વલસાડ જિલ્લામાં આદિવાસી દીકરીઓ અને મહિલાઓનાં ઉત્થાન માટે કાર્યરત અને મહિલા વિકાસ પુરસ્કારના ઍવોર્ડી ભાવનાબેનને આ સંવાદમાં જોડાવા માટે સુવર્ણ તક મળી હતી. 

કાર્યક્રમના અંતે મુખ્યમંત્રી સાથે સમૂહ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.