વાજવડ ભાગવત કથાથી ભક્તિમય બન્યું
- byDamanganga Times
- 17 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૧૬ ઃ કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીઍ જણાવ્યું કે, આજે વાજવડ ગામ માટે ઍક અનોખો અને યાદગાર પ્રસંગ રહ્ના. ભવાની માતાના મંદિરના પુનઃનિર્માણ માટે યોજાયેલ શ્રીમદ્ ભાગવત કથાના અવસરે ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી અને આખું ગામ ભક્તિમય આનંદમાં તરબોળ બની ગયું. ગામમાં અનેરો પ્રસંગ શોભ્યો અને દરેકના ચહેરા પર ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો.
તેમણે જણાવ્યું કે આનંદ હંમેશા પૈસાથી જ મળે ઍવું માનવું યોગ્ય નથી. સાચો આનંદ તો ભક્તિ, ઍકતા અને સારા સંસ્કારોમાં મળે છે. દરેક વ્યક્તિ આનંદ અલગ રીતે અનુભવે છે, પરંતુ ભક્તિમાં જોડાઈને અને ધાર્મિક કાર્યમાં ભાગ લઈને જે આધ્યાત્મિક આનંદ મળે છે તે અનન્ય હોય છે. વાજવડ ગામે ભાગવત કથાના આયોજનથી સમગ્ર ગામે ભેગા થઈને આ આનંદનો અનુભવ કર્યો છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરપંચથી લઈને ગામના તમામ ગ્રામજનો, વડીલો, આગેવાનો, યુવાનો અને બહેનોનો ઉત્સાહભર્યો સહકાર રહ્ના હોવાનું તેમણે જણાવ્યું. ખાસ કરીને મહિલાઓઍ ઍકસરખી સાડી અને વસ્ત્રોમાં શોભાયાત્રામાં ભાગ લઈ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો.
ધારાસભ્યઍ જણાવ્યું કે લગભગ ૮૦ વર્ષ પહેલાં બ્રહ્મલીન અખંડાનંદ મહારાજ જેવા સંતોઍ બળદગાડામાં ફરી ફરીને સમાજને સદાચાર અને ધર્મ તરફ દોરી જવાનો સંદેશ આપ્યો હતો. તેમની વાવેલી સંસ્કારની વાવણી આજે પણ સમાજમાં ફળ આપી રહી છે.
અંતમાં તેમણે વાજવડ ગામના તમામ ગ્રામજનોને આ સુંદર અને ભક્તિમય આયોજન માટે હાર્દિક અભિનંદન પાઠવ્યા.
