Damanganga Times.

Damanganga Times.

March 17, 2026

વટારની ઍસઍસબીડી દેસાઈ સ્કૂલમાં સાયકલ વિતરણ કરાઈ

વટારની ઍસઍસબીડી દેસાઈ સ્કૂલમાં સાયકલ વિતરણ કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૧૬ ઃ ઍસ.ઍસ.બી.ડી. દેસાઈ હાઇસ્કુલ વટારમાં તા.૧૪/૩/૨૬ના રોજ કેનેરા મેનેજમેન્ટ કંપની મ્યુચ્યુઅલ ફંડની ઘ્લ્ય્ ઍક્ટિવિટી અંતર્ગત ધોરણ ૯ અને ૧૦ ના કુલ ૧૨૭ વિદ્યાર્થીઓને સાયકલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. કેનેરા રોબેકોના કલસ્ટર હેડ હિતેશભાઈ જરીવાલા બ્રાન્ચ મેનેજર  મિલનભાઈ પટેલ સાયકલ ડિસ્ટ્રીબ્યુટર ધર્મેશભાઈ શાળાના  ટ્રસ્ટી કિશોરભાઈ દેસાઈ, માનસીબેન દેસાઈ,  કાલીનભાઈ દેસાઈ તેમજ શાળાના માર્ગદર્શન ડૉ. નાનુભાઈ પટેલ, દિપેશભાઈ ભટ્ટ (ઍડવોકેટ) ની ઉપસ્થિતિમાં તમામ વિદ્યાર્થીઓને સાઈકલ આપવામાં આવી હતી.તમામ વિદ્યાર્થીઓ સાઈકલ મેળવી આનંદિત થયા હતા.

આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી કિશોરભાઈ દેસાઈ દ્વારા દાતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના માર્ગદર્શક ડૉ.નાનુભાઈ દ્વારા દાતાઓના કાર્યની સરાહના કરવામાં આવી હતી. અમૂલ્ય કાર્ય બદલ શાળા પરિવાર દાતાઓનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. 

સમગ્ર કાર્યક્રમનું સંચાલન રીતાબેન દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું હતું.