વલસાડમાં રમાયેલી વેલનેસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુરતની ટીમ ચેમ્પિયન
- byDamanganga Times
- 17 March, 2026
વલસાડ, તા. ૧૬ ઃ વેલનેસ રેમીડીઝ વાર વલસાડમાં વેલનેસ ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવામાં આવી જેમાં દક્ષિણ ગુજરાતના તબીબોની આઠ ટીમે ભાગ લીધો હતો બે ગ્રુપ પૈકી ગ્રુપ માં ડોક્ટર પિયુષ પટેલ વલસાડ અને ગ્રુપ બી માં ડો. સંદીપ ભગત સુરતની ટીમ ચેમ્પિયન બની હતી.
વેલનેસ રેમીડીઝ વાર વલસાડમાં વેલનેસ ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવામાં આવે છે જેમાં દક્ષિણ ગુજરાતના તબીબોની આઠ ટીમે ભાગ લીધો હતો. બે ગ્રુપ પૈકી ગ્રુપમાં ડોક્ટર પિયુષ પટેલ વલસાડ અને ગ્રુપ બી માં ડો. સંદીપ ભગત સુરત નો વિજય થયો હતો. વેલનેસ રેમીડીના માલિક ભાવિનભાઈ પટેલ અને ભરતભાઈ ઉર્ફે શીવાભાઈ દેસાઈ દ્વારા વેલનેસ કપ ૨૦૨૬ નું આયોજન તારીખ ૧૪ માર્ચ અને ૧૫ માર્ચના રોજ વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રખાયું હતું. જેમાં સુરત ચીખલી બીલીમોરા ડુંગરી વાપી તથા સેલવાસના પ્રખ્યાત તબીબો સહિત ચાર ટીમોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જે બે ગ્રુપમાં વહેંચાઈ હતી ગ્રુપ ઍ ડેપસીડ કબ જેમાં ચાર ટીમ અને ગ્રુપ બી વેંડાપા કપ જેમાં ચાર ટીમે ભાગ લીધો હતો ગ્રુપ ઍ અને ગ્રુપ બી ની ટીમોઍ લીગ મેચ રમી હતી ટુર્નામેન્ટની ફાઇનલમાં ગ્રુપ ર્ી માં ડો. પિયુષ પટેલની ટીમ વિરુદ્ધ ડો. હિમાંશુ પટેલની ટીમ રમી હતી જેમાં ડો. હિમાંશુ પટેલની ટીમે ૬ ઓવરમાં ૫૧ રનમાં આપેલા લક્ષ્યાંક સામે ડોક્ટર પિયુષ પટેલની ટીમે બાવન રન બનાવતા ડો. પિયુષ પટેલની ટીમનો વિજય થયો હતો. ગ્રુપ બી માં ડો. ભુમીન ની ટીમ અને ડો. સંદીપની ટીમ વચ્ચે રમાયેલી ફાઇનલમાં ડો. ભુમીન સર ની ટીમે ૬ ઓવરમાં ૪૧ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ડો. સંદીપ સરની ટીમ ૪૨ રન બનાવી ડો. સંદીપની ટીમ વિજય બની હતી. સમગ્ર ટુર્નામેન્ટ ને સફળ બનાવવા નીલ પંચાલ મેહુલ જાની પ્રવીણભાઈ મુદ્દસર નકુમ કુશ નિરવ સંકેત સાગર નંદુભાઈ પ્રવીણભાઈ ધર્મેશ દિલીપભાઈ વગેરે ઍ ભારે જેહમત ઉઠાવી હતી.
