વાપીમાં મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાયો
- byDamanganga Times
- 17 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ મહિલા પતંજલિ યોગ સમિતિ, વલસાડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી વાપીની ઉપાસના સ્કૂલ ખાતે ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દક્ષિણ ગુજરાત રાજ્ય પ્રભારી તનુજા આર્યજીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
કાર્યક્રમમાં શ્રીમતી રશ્મિકા મહેતા (ઍડવોકેટ અને નોટરી) તથા ડૉ. તમન્નાજી વિશેષ અતિથિ તરીકે હાજર રહ્ના હતા. રાજ્ય કાર્યકારિણી સભ્ય શીલાબેન વશી તથા રાજ્ય સંવાદ પ્રભારી પુષ્પાબેન સાગઠિયાઍ ઉપસ્થિત બહેનોને માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે સુરતથી રાજ્ય કાર્યકારિણી સભ્ય સુરેશભાઈ ગાબાણી, પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી રાજુભાઈ ભાલાણી, ભારત સ્વાભિમાન ટ્રસ્ટના પ્રમુખ કમલેશ પત્રકાર તથા ખેડૂત સેવા સમિતિના પ્રમુખ સંદીપભાઈ દેસાઈની ગૌરવમય ઉપસ્થિતિઍ કાર્યક્રમને વિશેષ શોભા વધારી હતી.
કાર્યક્રમના મુખ્ય આયોજનમાં મહિલા પતંજલિ યોગ સમિતિની જિલ્લા પ્રભારી મીનાબેન તોલાણી, જિલ્લા મહામંત્રી દક્ષા રાઠોડ તથા જિલ્લા સંગઠન મંત્રી શીતલ ત્રિગોત્રા સહિત તમામ પદાધિકારીઓ અને બહેનો દ્વારા અવિરત પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં અંદાજે ૨૦૦થી વધુ બહેનો ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ દરમિયાન યોગાભ્યાસ, પ્રેરણાદાયક વિચારો તથા મહિલા સશક્તિકરણના સંદેશ સાથે સૌઍ ભોજનનો પણ આનંદ માણ્યો હતો. સૌના સહકાર, ઉત્સાહ અને સક્રિય ભાગીદારીથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
આયોજકો દ્વારા તમામ સહભાગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ યોગ અને સમાજસેવાના કાર્યોને આગળ વધારવા માટે સૌને સંકલ્પબદ્ધ થવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
