વલસાડ કોમર્સ કોલેજમાં બજેટ ઉપર વિચાર વિમર્શ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 17 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ વલસાડ ની શાહ ઍન. ઍચ. કોમર્સ કોલેજમા મલ્ટી પર્પસ હોલમાં સરકાર ના બજેટથી કરદાતાઓને મળતી વિવિધ સરણીકરણની સુવિધાઓ, સરકારની ભાવી યોજનાઓ, કરદાતાઓને મળતા વિશેષ લાભો વગેરે મુદ્દાઓને આવરી લઈ ગ્્યફુફિંદ્દ ર્વ્ીશ્રત્ત્ર્ક્ઘ્ીષ્ટ્યસ્ન્ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિષય નિષ્ણાત તરીકે ડેનિશા (ઘ્.ખ્.),રાહુલ પટેલ (ઘ્વ્ભ્),અલ્પેશભાઈ ઉપાધ્યાય (ઞ્.લ્.વ્.) ત્રણેય મિત્રોઍ વિષય નિષ્ણાંત તરીકે સેવાઓ પૂરી પાડી હતી અને સરળ ભાષામાં બજેટની રચના, સરકારની ભાવિ યોજનાઓ અને કરદાતાઓ માટેની સરળ સુવિધાઓ ઊંડાણપૂર્વક વ્યાખ્યાન તેમજ ષ્ટષ્ટદ્દ ના માધ્યમથી વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્ર માંથી જિલ્લા આયોજન અધિકારી ભરતભાઈ પટેલ, વલસાડ જિલ્લા મહામંત્રી ઓ માં કમલેશભાઈ, નિખિલભાઇ, ગણેશભાઈ તથા યુથ ભાજપના યુવા નેતાઓ કેવિનભાઈ પટેલ, પ્રભાકર યાદવ, મયંકભાઇ તથા વલસાડ નગરપાલિકાના પ્રમુખ માલતીબેન તથા તાલુકા અને વલસાડ શહેરના અગ્રણી અલ્કાબેન દેસાઈ તથા તેજસભાઈ તેઓ હાજર રહીને ઉપસ્થિત કોલેજના તમામ વિદ્યાર્થી ગણ અને અધ્યાપક સ્ત્રીઓને -ોત્સાહન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના ૧૧૨ જેટલાં વિદ્યાર્થીઓઍ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન ફલ્લ્ યુનિટ, ફઘ્ઘ્ યુનિટ તથા અર્થશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની વિગતવાર ગાઈડલાઈન ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગુજરાત સરકાર ગાંધીનગર તરફથી પુરી પાડવામાં આવી હતી તથા વિશેષ માર્ગદર્શન ઇન્ચાર્જ આચાર્ય વિજયકુમાર આર. ચાંપાનેરી દ્વારા આપવામાં આવ્યું હતું.
