વલસાડની સરકારી પોલિટેકનિકમાં ઍક અઠવાડિયાની અધ્યાપક તાલીમ યોજાઈ
- byDamanganga Times
- 17 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ વલસાડની સરકારી પોલિટેકનિક સાયન્સ ઍન્ડ હ્નામેનિટીઝ વિભાગ તથા ઇલેક્ટ્રિકલ ઍન્જિનિયરિંગ વિભાગ દ્વારા"Reimagining Engineering Education through Artificial Intelligence (AI)" વિષય ઍક અઠવાડિયાનો Short Term Training Program (STTP) તા. ૯ માર્ચ થી ૧૩ માર્ચ, ૨૦૨૬ દરમિયાન સફળતાપૂર્વક યોજાયો હતો.
આ તાલીમ કાર્યક્રમને ઞ્શ્થ્ઘ્બ્લ્વ્ અને ઝ઼લ્વ્, ગુજરાત સરકાર દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યો હતો અને તેને ગુજરાત સરકારના ડિરેક્ટોરેટ ઓફ ટેક્નિકલ ઍજ્યુકેશન (ઝ઼વ્ચ્), દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
કાર્યક્રમનું ઉદ્ઘાટન તા. ૯ માર્ચ, ૨૦૨૬ના રોજ વિમલ પટેલ, ડેપ્યુટી કલેક્ટર અને ઍસ.ડી.ઍમ., વલસાડના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રમાં કૃત્રિમ બુદ્ધિમત્તાના વધતા મહત્ત્વ પર પ્રકાશ પાડયો હતો.
આ તાલીમ કાર્યક્રમ માટે ગુજરાત રાજ્યની વિવિધ સરકારી ડિપ્લોમા અને ડિગ્રી ઍન્જિનિયરિંગ કોલેજોમાંથી કુલ ૩૦ ફેકલ્ટી સભ્યોને ઝ઼વ્ચ્ દ્વારા પસંદ કરી નામાંકિત કરવામાં આવ્યા હતા. તાલીમ દરમિયાન ત્ત્ત્વ્, સુરત અને લ્સ્ફત્વ્, સુરત સહિત ઉદ્યોગ અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓના વિષય નિષ્ણાતો દ્વારા વિવિધ વિષયો પર વ્યાખ્યાન અને પ્રાયોગિક સત્રો લેવામાં આવ્યા હતા. તાલીમ દરમિયાન શિક્ષકોને ખ્શ્રના ઉપયોગ દ્વારા શિક્ષણ-અભ્યાસ પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવાના માર્ગો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સમાપન સમારોહ પ્રોફેસર સુદીપ શર્મા, હેડ – ચ્ઘ્ચ્ વિભાગ, ત્ત્વ્ સુરતની અધ્યક્ષતામાં યોજાયો હતો. તાલીમ પૂર્ણ કરનાર તમામ ભાગલેનાર ફેકલ્ટી સભ્યોને ત્ર્ફુસ્ત્ર્ પ્રમાણપત્રો ઍનાયત કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમના સંયોજક ડૉ. સ્વાગત બારોટ તથા પ્રો. આર. આર. શુક્લા, પ્રિન્સિપાલ, સરકારી પોલિટેકનિક વલસાડઍ કાર્યક્રમની સફળતા બદલ તમામ તાલીમાર્થી અધ્યાપકોને અભિનંદન પાઠવ્યા અને તાલીમ દરમ્યાન મેળવેલ જ્ઞાનને વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા અપીલ કરી હતી.
