વલસાડની કોમર્સ કોલેજમાં સ્ટાર્ટ અપ ઇનોવેશન તાલીમ યોજાઈ
- byDamanganga Times
- 17 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ વદ્યાર્થીઓને ૩-ડીપેન ડેમોસ્ત્રેશન પી.ઍચ મીટર તેમજ ડિજિટલ માઈક્રોસ્કોપ ઍલ.ઈ.ડી.ડોન તથા ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી માહિતગાર કરાયા હતાં.
સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના ધ્ઘ્ઞ્ અમદાવાદના સહયોગથી નૂતન કેળવણી મંડળ સંચાલિત વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજ ખાતે બે દિવસીય સ્ટાર્ટઅપ ઇનોવેશન તાલીમ યોજાઈ હતી. આ પ્રસંગે કોલેજ ઇન્ચાર્જ આચાર્ય વિજયભાઈ આર. ચાંપાનેરીઍ વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ ઇનોવેશનનું મહત્વ સમજાવી. રાજ્ય અને દેશની પ્રગતિમાં દરેક વિદ્યાર્થી આ તાલીમ લઈ સહભાગી બને. યુવાવર્ગમાં આર્થિક સ્થિતિમાં વધારો નવા જ્ઞાનની માહિતી આપી હતી . મુંબઈ થી સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા ટ્રેનર કરણ વાલેચાઍ આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ૧૬૦ જેટલા વિદ્યાર્થીઓને સતત બે દિવસ સુધી સ્ટાર્ટઅપ ઇનોવેશન અંગે તાલીમ આપી. તેમણે આવનાર દિવસોમાં આ પ્રશિક્ષણ વર્ગો વધુમાં વધુ થાય તેના પર વિશેષ ભાર વ્યક્ત કર્યો હતો. આ તાલીમમાં બેઝિક ઇલેક્ટ્રોનિક કીટ, ઍડવાન્સ, ઇલેક્ટ્રોનિક કીટ, ટેલિસ્કોપક્રીટ ઍડવાન્સ સાયન્સ કીટ, વી.આર., ગ્લોબલ ૩ -ડી પેન કીટ, ઍનર્જી કન્વર્ઝેશન કીટ ડોનકીટ અર્થ સાયન્સ, મેકેટ્રોનિક કીટ જેવી તમામ કીટનું સરળ રીતે તાલીમ આપવામાં આવી. સમગ્ર ઇનોવેશન પ્રોગ્રામનું સંચાલન ક્લબના કોર્ડીનેટર ડૉ. ઠાકોરભાઈ બી પટેલે કર્યું હતું. તેમજ સહ સંચાલનમાં ડો. પારસ શેઠ, પ્રા. મિગ્નેશ ભંડારી તથા પ્રા. નમ્રતા ટંડેલે કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓઍ તથા કોમર્સ કોલેજના અધ્યાપકો પણ હાજર રહ્ના હતા. ઇનોવેશન ક્લબના સફળ પ્રોગ્રામ બદલ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય વિજયભાઈ આર. ચાપાનેરીઍ શુભેચ્છાઓ પાઠવી હતી.
