તિથલ રોડ પર ખાસ માર્કેટ શરૂ
- byDamanganga Times
- 17 March, 2026
(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૧૬ ઃ સ્વાસ્થ્ય માટે હિતકારી ગણાતી પ્રાકૃતિક ખેતીની ખેતપેદાશ વલસાડ શહેરની જનતાને પણ મળી રહે તે માટે ગુજરાત સરકારના આત્મા (ખ્શ્વિંજ્ઞ્ણૂ્યશ્રદ્દ્યર્શ્વીશ્ર વ્ફૂણૂત્ર્ઁંશ્રંક્કિં ર્પ્ીઁર્ીફિંફૂઁદ્દ ખ્ફિંઁણૂક્ક) પ્રોજેક્ટ દ્વારા પારડી તાલુકા બાદ હવે વલસાડ તાલુકામાં પણ તિથલ રોડ ઉપર જિલ્લા વિકાસ અધિકારીના બંગલાની સામે પ્રાકૃતિક ખેત પેદાશનું વેચાણ માર્કેટ શરૂ કર્યુ છે. જ્યાં સાહમાં બે દિવસ વલસાડ તાલુકાના વિવિધ ગામોમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાની ખેત પેદાશ વેચવા માટે આવી રહ્ના છે. આ સુવિધાથી લોકોને તાજી અને રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાના છંટકાવ વિનાની શુધ્ધ અને પૌષ્ટીક શાકભાજી મળી રહી છે સાથે ખેડૂતોને પણ આર્થિક રીતે ફાયદો થઈ રહ્ના છે.
વલસાડ શહેરની જનતાને પણ પ્રાકૃતિક ખેતીની ખેતપેદાશ સરળતાથી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ માર્કેટમાં સાહમાં બે દિવસ સોમવાર અને ગુરૂવારે વલસાડ તાલુકાના વિવિધ ગામોમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાની ખેતપેદાશ વેચવા માટે આવે છે. અહીં ગ્રાહકોને તાજી, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના છંટકાવ વિના તૈયાર થયેલી શુદ્ધ અને પૌષ્ટિક શાકભાજી મળી રહી છે. આ સુવિધાથી શહેરના લોકોને આરોગ્યપ્રદ ખોરાક મળી રહ્ના છે,
જ્યારે ખેડૂતોને પોતાની ઉપજનું સીધું વેચાણ કરવાની તક મળતા તેઓને આર્થિક રીતે પણ લાભ થઈ રહ્ના છે. સરકારની આ પહેલને લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્ના છે.
વલસાડના તીથલ રોડ પર કસનજી પાર્કમાં રહેતા દેવેનભાઈ વશીઍ જણાવ્યું કે, પ્રજાનું સ્વાસ્થ્ય નિરોગી રહે તે માટે સરકાર ખૂબ જાગૃત છે. જેથી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાથી મુક્ત પ્રાકૃતિક ખેતી ઉપર વિશેષ ભાર મુકી ઍક મિશનના રૂપમાં પ્રાકૃતિક ખેતીને જનઆંદોલન બનાવી દીધુ છે. રાજ્ય સરકારના આત્મા પ્રોજેક્ટ દ્વારા તિથલ રોડ પર શરૂ કરાયેલા પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણ કેન્દ્ર પર માત્ર શાકભાજી જ નહી પરંતુ ફળ, કઠોળ અને અનાજ પણ મળી રહ્ના છે. જેને મારી જેમ અનેક ગ્રાહકો હોંશેહોંશે ખરીદી સ્વસ્થ જીવન જીવી રહ્ના છે. આ જ રીતે રાજ્ય સરકાર ગામે ગામ અને તાલુકા મથકે પણ માત્ર પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણ માટે હાટ બજાર ખોલે તો વધુ લોકોને લાભ મળી રહેશે સાથે ગામના ખેડૂતોને આર્થિક રીતે ખૂબ જ ફાયદો થશે અને લોકોને ઝેરમુક્ત પ્રાકૃતિક ખેત પેદાશ મળી રહેશે.
વલસાડના બીનવાડા ગામના ખેડૂત નિતેશ છીબુભાઈ પટેલે જણાવ્યું કે, હું પ્રાકૃતિક ખેતી કરૂ છું. સોમ અને ગુરૂવારે પ્રાકૃતિક ખેત પેદાશનું વેચાણ કરવા માટે અહીં આવું છું. સાહના ૩ દિવસમાં સારો ઍવો રિસ્પોન્સ મળી રહે છે. સવારે ૮ થી ૧૦ઃ૩૦ સુધીમાં જ અમે જે પણ શાકભાજી કે ફળફ્રૂટ લાવ્યા હોય છે. તેનું ફટાફટ વેચાણ થઈ જાય છે. પહેલા ઍવુ થતું કે, અમારી ખેત પેદાશ માર્કેટમાં વેચવા જતા તો વેપારીઓ પાસેથી પૂરતો ભાવ મળતો ન હતો પરંતુ હવે સીધુ ગ્રાહક સાથે અમારૂ જોડાણ થતા અમને યોગ્ય ભાવ મળે છે સાથે ગ્રાહકને ૧૦૦ ટકા ગેરંટી સાથે પ્રાકૃતિક ખેત પેદાશની વસ્તુ મળી રહે છે. અહીં અઢી કલાકમાં જ રૂ. ૮૦૦ થી ૧૪૦૦ સુધીની આવક મળે છે. ગુજરાત સરકારના આત્મા પ્રોજેક્ટ દ્વારા આ સવલત ઉભી કરી આપવામાં આવી છે જે બદલ અમે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરીઍ છે. આમ, રાજ્ય સરકારની આ પહેલથી શહેરના લોકોને સ્વસ્થ જીવન માટે પૌષ્ટીક શાકભાજી મળી રહી છે અને ખેડૂતોને સીધા ગ્રાહકો સાથે વેચાણ કરવાની તક મળતા તેમને યોગ્ય ભાવ સાથે આર્થિક લાભ પણ મળી રહ્ના છે.
