Damanganga Times.

Damanganga Times.

March 17, 2026

વલસાડની શાળાઅોને હીટવેવ માટે ઍડવાઈઝરી જાહેર કરાઈ

વલસાડની શાળાઅોને હીટવેવ માટે ઍડવાઈઝરી જાહેર કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૬ ઃ હવામાન ખાતા દ્વારા જણાવેલ કે ત્રણ ચાર દિવસ હીટવેવ રહવાની શક્યતા હોવાના કારણે ડી.અઍ.ઓ. જણાવ્યું હતું કે અમે બધી જ શાળામાં જણાવી દિઘુ છે. કે ૩ થી ૪ દિવસ હીટ વેવ હોવાની શક્યતા છે. તો વિદ્યાર્થીઓ જો નિશાળમાં વહેલા આવે તો તેમને હીટનવેવથી બચવા માટે અંદર લઈ લેવું. તેમ જ ઠંડા પાણીની વ્યવસ્થા રાખવી ઍવી સૂચના દરેક શાળાઓને આપી છે. તેમજ દરેક રૂમમાં પંખા હોવા જોઈઍ. ગરમીમાં બહાર ફરજિયાત જવું પડે તો, સાથે પાણીની વ્યવસ્થા રાખવી. દરેક શાળામાં અમે જાણ કરી દીધી છે કે ઓ.આર.ઍસ.ની વ્યવસ્થા કરી હાજર સ્ટોકમાં રાખવી. 

સેન્ટ જોસેફ ઇંગ્લીશ ટીચિંગ હાયસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે ૧૯૭૫ની બેચના ઍક્સ સ્ટુડન્ટ ઍક કુલર દાન કર્યું છે. માટે ઠંડુ પાણી કાયમ માટે મળી રહે છે, તેમજ પ્રિન્સિપલઍ જણાવ્યું હતું કે ૧૨ ધો. પરીક્ષા પતી અને ૧૦ ધોરણની પરીક્ષા ચાલુ છે, ત્યારે હીટવેલ ચાલી રહ્નાં છે, તો કાળજી રાખવા શાળાના  બાળકોને સ્કૂલમાં  પ્રવેશ આપીઍ.