Damanganga Times.

Damanganga Times.

March 17, 2026

મોગરાવાડી-અબ્રામા રસ્તોને મંજુરીના ૬ મહિના થયા, પણ કામગીરી શરુ ન થઈ

મોગરાવાડી-અબ્રામા રસ્તોને મંજુરીના ૬ મહિના થયા, પણ કામગીરી શરુ ન થઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૬ ઃ વલસાડ નગરપાલિકા દ્વારા ૧૦ કરોડની રકમ અબ્રામા મોગરાવાડી રસ્તા માટે મંજૂર કરવા તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા  બાર મહિનામાં કામ પૂરું કરવાના બદલે ૬ મહિનાનો સમય વીતી જવા છતાં હજુ સુધી નક્કર કામગીરી શરૂ થઈ નથી. કોન્ટ્રાક્ટર દ્વારા હાઈવે નજીકના થોડા ભાગમાં માત્ર માટી પુરાણ કરી કામ અધવચ્ચે જ અટકાવી દેવામાં આવ્યું છે. અબ્રામા મોગરાવાડીનો રસ્તા ચોમાસા અગાઉ  ડામરનો બનશે કે પછી લોકોઍ ફરિવાર કાદવના નરકાગારમાંથી પસાર થવું પડશે. કાદવના ગામમાંથી પસાર થવું પડશે. વલસાડ નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે કરોડો રૂપિયાના ખર્ચે નવા રસ્તા મંજૂર કરવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટરોની આળસ અને તંત્રના નબળા સુપરવિઝનને કારણે પ્રજાઍ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હોટલ ગિરીરાજથી અબ્રામા-મોગરાવાડી વિસ્તારને જોડતા રૂપિયા ૧૦ કરોડના મહત્વાકાંક્ષી રોડ પ્રોજેક્ટમાં અત્યારે આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.

નગરપાલિકા દ્વારા આ રસ્તા માટે ૧૨ મહિનાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જોકે, નવાઈની વાત ઍ છે કે નિર્ધારિત સમય મર્યાદામાંથી ૬ મહિનાનો સમય વીતી જવા છતાં હજુ સુધી નક્કર કામગીરી શરૂ થઈ નથી. કોન્ટ્રાક્ટર દ્વારા હાઈવે નજીકના થોડા ભાગમાં માત્ર માટી પુરાણ કરી કામ અધવચ્ચે જ અટકાવી દેવામાં આવ્યું છે.

સ્થાનિક રહીશોમાં ભારે ફાળ પડી રહી છે કે જો આગામી ચોમાસું વહેલું બેસી જશે, તો આ અધૂરું માટી કામ આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થશે. ડામરના રોડની આશા રાખતા હજારો રહીશોઍ કાદવ-કીચડમાંથી પસાર થવાની ફરજ પડશે. રૂ.૧૦ કરોડ જેવી મોટી રકમ મંજૂર થયા બાદ પણ કામ કેમ ગોકળગાયની ગતિઍ ચાલે છે. અડધો સમય વીતી ગયો હોવા છતાં નગરપાલિકાના સત્તાધીશો કોન્ટ્રાક્ટર પાસે કામ કેમ નથી કરાવતા શું ચોમાસા પહેલા ડામર રોડ તૈયાર થશે કે પછી રહીશોઍ કાદવમાં ખદબદવું પડશે.અબ્રામા અને મોગરાવાડી વિસ્તારના લોકો હવે માંગ કરી રહ્ના છે કે નગરપાલિકા આ બાબતે કડક વલણ અપનાવે અને યુદ્ધના ધોરણે રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવે જેથી ચોમાસામાં જનજીવન પ્રભાવિત થાય તો નવાઈની વાત નથી.નગરપાલિકા ચીફ ઓફિસર કે કલેક્ટર લોકોને સમસ્યા હલ કરશે કે પછી લોકોઍ નરકગાર માંથી પસાર થવું પડશે.