Damanganga Times.

Damanganga Times.

March 17, 2026

વાપી ગોકુલ વિહારમાં હેલ્થ ટ્રેઈનિંગ વર્કશોપ યોજાયો

વાપી ગોકુલ વિહારમાં હેલ્થ ટ્રેઈનિંગ વર્કશોપ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૫ ઃ વાપીમાં હાઈવે અને છરવાડા રોડ પાસેની જાણીતી ગોકુલવિહાર ટાઉનશીપમાં ટાઉનશીપના વરિષ્ઠ નાગરિકોના સાનિધ્ય પરિવાર દ્વારા અને બ્રહ્માકુમારીઝ તથા ગુજરાત રાજય યોગ બોર્ડ, યોગ પ્રાર્થના અભિયાન વડોદરા અને અમદાવાદના ઉપક્રમે વડોદરાની ઍમ.ઍસ. યુનિવર્સિટીના ઈન્ટરનેશનલ ન્યુરોપેથી અોર્ગેનાઈઝેશનના યોગ ઍકયુપ્રેસર અને નેચરકયોરના અભ્યાસક્રમના માજી કોર્સ ડિરેકટર યોગાચાર્ય દુષ્યંત મોદી અને નયના મોદીનો ઍક વિશેષ હેલ્થ ટ્રેઈનિંગ વર્કશોપ યોજાઈ ગયો. જેમાં રાબેતા મુજબની શારિરીક તકલીફો વગેરેને માત્ર પગ હલાવી, તાળી વગાડી, ગીત-સંગીત અને રમત-ગમતની મદદથી પણ દુર કરી શકાય છે ઍ અંગે રસપ્રદ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

ગોકુલવિહારના હેલ્થ કલબ ખાતે આયોજીત આ બે દિવસીયના ટ્રેનિંગ વર્કશોપ દરમ્યાન ટાઉનશીપના સેક્રેટરી અને સાનિધ્ય પરિવારના પ્રમુખ બિપીનભાઈ દેસાઈ ઉપરાંત સાનિધ્યના વરિષ્ઠ સભ્ય મગનભાઇ પટેલ, ગોકુલ વિહાર લેડીસ કલબના માર્ગદર્શક અને દમણગંગા ટાઈમ્સના તંત્રી શ્રીમતી મંજુલાબેન ઉકાણીઍ આમંત્રીત માર્ગદર્શકોનું સન્માન અને અભિવાદન કર્યુ હતું. વાપી બ્રહ્માકુમારીઝના બી.કે. તરુણભાઈઍ ઍમનો પરિચય કરાવ્યો હતો. આ કાર્યક્રમ વાપીના બી.કે. સેન્ટરના સંચાલિકા બી.કે. રશ્મીબેનના પ્રયત્ન અને માર્ગદર્શનમાં યોજાયો હતો. આજથી આ કાર્યક્રમ ઘાટકોપર પાસે ભકિતસેતુ હવેલીની નજીકના પ્રભુ ઉપવન ખાતે ઍડવોકેટ બી.કે. રશ્મીબેન મહેતાના સૌજન્યથી સવારે ૬ થી ૭ ઃ ૧૫ દરમ્યાન પાંચ દિવસ માટે શરુ થયો છે. જેમાં વિનામૂલ્યે કોઈપણ વ્યકિત ભાગ લઈ શકે છે.