સેલવાસમાં કોîગ્રેસ સમિતિની બેઠક યોજાઈ
- byDamanganga Times
- 16 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૫ ઃ ગોવા, દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટેના અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રભારી માણિકરાવ ઠાકરે ઍ દાદરા નગર હવેલીના પ્રશાસન અને ભાજપ પર કડક પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે અહીંની જનતાની જમીન અને હકો છીનવવાની કોશિશ થઈ રહી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ રચાયા બાદ યોજાયેલી પ્રથમ બેઠકમાં હાજરી આપવા સિલવાસા આવેલા ઠાકરે જણાવ્યું કે કોંગ્રેસ જનતા સાથે ઉભી છે અને અન્યાય સામે મોટું આંદોલન ઊભું કરવામાં આવશે.
તેમણે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રભુ ટોકિયાના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્નાં કે તેમણે સંગઠનને મજબૂત બનાવતાં સાથે જનતાના પ્રશ્નોને જોરદાર રીતે ઉઠાવ્યા છે. ઠાકરે આરોપ લગાવ્યો કે આંદોલન દરમિયાન પ્રભુ ટોકિયાની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી અને તેમના પર ખોટા આરોપો મૂકવામાં આવ્યા, જેના કોંગ્રેસ કડક નિંદા કરે છે.
તેમણે ગેસ સિલિન્ડરની સમસ્યા અને કેન્દ્ર સરકારની નીતિઓ પર પણ સવાલ ઉઠાવ્યા અને જણાવ્યું કે આ નીતિઓના કારણે ઉદ્યોગ અને વેપાર પર અસર પડી રહી છે અને સામાન્ય જનતા પરેશાન થઈ રહી છે. તેમણે વડાપ્રધાન ર્ફીશ્વફૂઁફુર્શ્વી પ્ંફુજ્ઞ્ ની સરકારની નીતિઓની ટીકા કરી. તેમણે ચેતવણી આપી કે જો જનતાના હકો પર આ રીતે હુમલો ચાલુ રહેશે તો કોંગ્રેસ ગામે ગામે આંદોલન તેજ કરશે અને પ્રશાસન સામે મોટું જનઆંદોલન ઊભું કરશે.
