Damanganga Times.

Damanganga Times.

March 17, 2026

વાપી મનપાની નવી સીટી બસ સેવાનો પ્રારંભ

વાપી મનપાની નવી સીટી બસ સેવાનો પ્રારંભ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૫ ઃ વાપી મહાનગરપાલિકા દ્વારા નવી સીટી બસ સેવાનો નાણામંત્રી કનુભાઈ દેસાઈઍ કરાવ્યો પ્રારંભ ૨૦ જેટલી બસો વાપીના પૂર્વ, પડ્ઢિમ, ઉત્તર, દક્ષિણ વિસ્તારના વિવિધ ગામોમાં ફરશે અને ૧૨ જેટલા રૂટો ઉપર આ ૨૦ બસ માત્ર રૂપિયા ૧૦માં મુસાફરોને મુસાફરી કરાવશે.  સાથે તમામ રૂટ ઓનલાઇન અને મોબાઇલ ઍપ પર જાણી શકાશે. 

વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ૨૦ જેટલી સીટી બસ સેવાનો શુભારંભ નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને મ્યુનિસિપલ કમિશનર યોગેશ ચૌધરીના હસ્તે કરાવાયો હતો. આ પ્રસંગે વાપી શહેર ઉદ્યોગ નગર અને ગ્રામ્ય વિસ્તારમાં જે બસ સેવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે તે આઝાદ રોડવેઝ પંજાબના સંચાલકો તેમજ વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ, વીઆઈઍ પ્રમુખ સતિષભાઈ પટેલ, મિતેશભાઈ દેસાઈ, અભયભાઈ શાહ, હેમંતભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મુકેશ તિવારી, સરીગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનના પ્રમુખ કૌશિકભાઈ પટેલ અને વાપી નગરપાલિકાના માજી કારોબારી અધ્યક્ષ મનોજ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્ના હતાં.