Damanganga Times.

Damanganga Times.

March 17, 2026

માલનપાડામાં ભાજપનું બુથ કાર્યકર્તા સંમેલન યોજાયું

માલનપાડામાં ભાજપનું બુથ કાર્યકર્તા સંમેલન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૫ ઃ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માલનપાડા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત રાજ્યના અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતાં અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કાર્યકરોમાં ઉત્સાહ ભરી જીતનો હુંકાર કર્યો હતો. કાર્યકરોને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માઍ જણાવ્યું હતું કે ધરમપુરના દીકરા-દીકરીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાઍ આગળ વધારવા માટે અહીં વિશ્વસ્તરીય રમતગમત સ્ટેડિયમ બનાવવાની યોજના છે. તેમણે કહ્નાં કે આવું સ્ટેડિયમ બનશે જ્યાંથી ધરમપુરના ખેલાડીઓ કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી વૈશ્વિક સ્પર્ધાઓમાં ભાગ લઈ શકે તેવા સશક્ત ખેલાડીઓ તૈયાર થશે.

કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે કહ્નાં કે કોંગ્રેસે વર્ષો સુધી માત્ર વોટ બેંકની રાજનીતિ કરી છે. ૬૦ વર્ષ સુધી દેશમાં શાસન કર્યા છતાં તેમણે આદિવાસી સમાજના ભોળા ભાઈ-બહેનોને માત્ર છેતરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે આદિવાસી સમાજના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ભગવાન બિરસા મુંડાજીને યોગ્ય સન્માન આપવાનું કામ, મફત અનાજ યોજના, આયુષ્યમાન ભારત યોજના તેમજ ૨૪ કલાક વીજળી આપવાનું કામ ભાજપ સરકારે કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી અંગે બોલતા તેમણે કહ્નાં કે રાજ્યમાં ૧૦ હજારથી વધુ બેઠકો પર ચૂંટણી આવવાની છે, પરંતુ કોંગ્રેસ પાસે ૧૦ હજાર કાર્યકરો પણ નથી. તેમની રેલીઓમાં ૧૦૦ લોકો ભેગા કરવા પણ મુશ્કેલ પડે છે. તેમણે કોંગ્રેસની સરખામણી કરતાં કહ્નાં કે જેમ ચોમાસું આવતાં દેડકા બહાર આવે છે, તેમ ચૂંટણી આવતાં જ કોંગ્રેસના નેતાઓ દેખાવા લાગે છે.

વિરોધ પક્ષના કેટલાક નેતાઓને ટકોર કરતા તેમણે કહ્નાં કે આ વિસ્તારમાં કેટલાક બહુરૂપી લોકો આદિવાસી સમાજના નામે લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્ના છે. જેમ રાવણે બહુરૂપી બની સીતાજીનું અપહરણ કર્યું હતું તેમ કેટલાક લોકો સમાજને ભટકાવવાનો પ્રયાસ કરી રહ્ના હોવાનું તેમણે કહ્નાં.

આ સંમેલનમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ, આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી નરેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી તેમજ સંગઠનના હોદ્દેદારો  મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્ના હતાં.