Damanganga Times.

Damanganga Times.

March 15, 2026

ભાજપ પ્રદેશ પ્રમુખ વલસાડ જીલ્લામાં

ભાજપ પ્રદેશ પ્રમુખ વલસાડ જીલ્લામાં


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૩ ઃ પારડીમાં આવેલ સ્વાધ્યાય મંડળમાં આજરોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં જીલ્લા સંગઠન જનપ્રતિનિધિઅો અને વિવિધ મોરચાના હોદ્દેદારો સાથે ઍક મહત્વની બેઠક યોજાઈ હતી. પારડી પહોîચેલા પ્રદેશ પ્રમુખ સાથે જીલ્લા ભાજપ પ્રમુખ અને હોદ્દેદારો ઉપરાંત કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈ અને અન્ય ધારાસભ્યો સહિત અગ્રણીઅો ઉપસ્થિત રહ્ના હતાં. સ્વાધ્યાય મંડળમાં  ટ્રસ્ટી રાજેશભાઈ રાણા તથા અન્યોઍ તેમનું સ્વાગત કર્યુ હતું. પ્રદેશ ભાજપ પ્રમુખે સ્વાધ્યાય મંડળના સ્થાપક પંડિતજીની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ પંચાલ વલસાડ આવી પહોચ્યા હતાં. જયાથી પારડી આવી બેઠક કરી હતી. હવે આજે સવારે ૯ કલાકે તેઅો શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરની મુલાકાત લેશે અને ધરમપુર હેલિપેટ ગ્રાઉન્ડ ખાતે ભાજપના બુથ સમિતિ કાર્યક્રમમાં માર્ગદર્શન આપશે.