Damanganga Times.

Damanganga Times.

March 15, 2026

ઉમરગામના સેવાસેતુમાં ૭૯૦ અરજીઅોનો નિકાલ કરાયો

ઉમરગામના સેવાસેતુમાં ૭૯૦ અરજીઅોનો નિકાલ કરાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૧૩ ઃ રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને વિવિધ સરકારી વિભાગોની સેવાઓ ઍક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ બને અને તેમના પ્રશ્નોનો ત્વરિત નિકાલ થાય તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન તાલુકા તથા શહેરી વિસ્તારોમાં કરવામાં આવે છે. તેના ભાગરૂપે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ નારગોલ ખાતે યોજાયો હતો, જ્યારે આજરોજ ઉમરગામ શહેર વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગો દ્વારા નાગરિકોના પ્રશ્નો સાંભળીને તેમના ત્વરિત ઉકેલ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમમાં કુલ અંદાજે ૭૯૦ જેટલા પ્રશ્નોનો ઍક જ સ્થળેથી નિકાલ કરવામાં આવ્યો, જેના કારણે નાગરિકોને મોટી રાહત મળી હતી.

આ પ્રસંગે વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ શહેરના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્ના હતા.